રસોડામાં પડેલી એક આ નાની વસ્તુ શિયાળામાં તમારા માટે બનશે ખુબ જ ઉપયોગી અને ફાયદાકારક, શરદી અને કફમાં પણ છે રામબાણ ઈલાજ

અજમો અને અજમાનું પાણી શરીર માટે છે ખુબ જ ફાયદકારક, શિયાળાની અંદર આ રીતે કરો તેનો ઉપયોગ, જાણો ફાયદા અને ઉપયોગની રીત

શિયાળો આવવાની સાથે ઘણા લોકોને શરદી અને કફની સમસ્યા શરૂ થઇ જતી હોય છે. ત્યારે ઘણા લોકો દવા દ્વારા તેને મટાવવાનો પ્યાસ કરતા હોય છે તો ઘણા લોકો આયુર્વેદિક પદ્ધતિથી આ તકલીફમાં રાહત મેળવવાનો પ્રયાસ કરે છે. ત્યારે આપણું રસોડું પણ ઐષધીઓનો ભંડાર છે. રસોડામાં પણ ઘણી એવી એવી વસ્તુઓ પડેલી હોય છે જે તમને ઘણા રોગમાં ફાયદાકારક બનતી હોય છે. ત્યારે આજે અમે તમને રસોડામાં પડેલા અજમાના કેટલાક ચમત્કારિક ઉપયોગી જણાવીશું. જે ઘણી સમસ્યામાં રાહત આપશે.

1. કબજિયાત, પેટનો દુખાવો, ગેસમાં રાહત મેળવવા :
અજમાનો ઉપયોગ સામાન્ય રીતે આયુર્વેદિક દવાઓમાં પાચન સમસ્યાઓ માટે ઘરેલું ઉપચાર તરીકે થાય છે. આવી સ્થિતિમાં, જો તમે કબજિયાત, પેટમાં દુખાવો અથવા ગેસ એસિડિટીથી પરેશાન છો, તો દરરોજ સવારે ખાલી પેટે અજમાનું પાણી લો.

2. રોગપ્રતિકારક શક્તિમાં કરશે વધારો:
અજમાનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે થાય છે. અજમાનું પાણી પીવાથી શરદી અને ફ્લૂ જેવી સમસ્યાઓ દૂર રહે છે. શિયાળાના દિવસોમાં અજમાનું પાણી પીવાથી રોગો દૂર રહે છે. આના કારણે ચેપનો કોઈ ખતરો રહેતો નથી.

3. શરદી અને જામેલા કફને દૂર કરવા:
શરરદી-ખાંસીમાંથી રાહત મેળવવા માટે અજમો સૌથી બેસ્ટ છે. આ માટે તમે અજમાના પાન લઇને એને વાટી લો. ત્યારબાદ આમાં મધ મિક્સ કરીને જીભ પર મુકી દો. આમ કરવાથી જલદી જ શરદી-ખાંસમાંથી રાહત મળી જાય છે.

4. હાડકાં મજબૂત કરે છે:
અજમામાં રહેલા પોષક તત્વોનો ઉપયોગ હાડકાંને મજબૂત કરવા માટે થાય છે. અજમામાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. અજમાનું પાણી પીવાથી હાડકાં મજબૂત બને છે. આ પાણી પીવાથી સાંધાના દુખાવામાં પણ આરામ મળે છે.

5. ઊંઘમાં ફાયદાકારક:
જો તમને ઊંઘમાં તકલીફ થતી હોય તો રોજ અજમાનું પાણી પીવું ફાયદાકારક સાબિત થઈ શકે છે. અજમાનો પાઉડર અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે. તેનાથી મનમાંથી તણાવ દૂર થાય છે. તેનાથી સારી ઊંઘ આવે છે અને શરીર આરામ કરે છે.

6. ભૂખ વધારેશે:
અજમામાં મેટાબોલિઝમ વધારવાનું કામ કરે છે. અજમાનું સેવન કરવાથી ભૂખ વધે છે. જો તમે પાતળા છો, તો અજમાનું પાણી પીવું ફાયદાકારક છે.

Team Akhand Ayurved

Not allowed