વિટામિન બી 12ની શરીરમાં શું જરૂર છે ? જાણો તેનાથી શરીરમાં કેવા કેવા થાય છે ફાયદાઓ

આપણેને શરીરને તંદુરસ્ત રાખવા માટે ઘણા પ્રકારના ન્યુટ્રિએંટ્સની જરૂરત હોય છે. આવા સમયે શરીરને વિટામિનની આવશ્યકતા હોય છે. આ વિટામીનોમાં બી12 પણ એક છે. જો શરીરમાં વિટામિન બી 12ની કમી થઈ જાય તો યાદ શક્તિ પર તેની અસર થાય છે. તમે થાક જેવુ અનુભવો છો. આ સિવાય તમે ડ્રીપ્રેશનના દર્દી પણ થઈ જાવ છો. તો આવો સૌપ્રથમ આપણે વિટામિન બી 12નું શરીરમાં શું મહત્વ છે તેના વિષે જાણી લઈએ.

સ્વસ્થ રહેવા માટે આપણે હંમેશા સંતુલિત અને પૌષ્ટિક આહાર એવો જોઈએ. પરંતુ ઘણી વખત ખોરાકમાં ફેરફાર થવાથી આપણી તબિયત પર તેની અસર થાય છે. આ માટે શરીરને યોગ્ય રીતે કામ કરવા માટે વિટામીનોની જરૂર હોય છે. એવી જ રીતે મગજ અને શરીરનું સંતુલન યોગ્ય રીતે ચલાવવા માટે વિટામિન બી 12ની જરૂર છે.

શરીરમાં વિટામિન બી 12 કેમ જરૂરી છે – 

વિટામિન બી 12 આપણાં શરીરમાં મળતા જીન્સ (ડીએનએ) ના નિર્માણ કરવા અને તેની સંભાળનું કાર્ય કરે છે. આ મગજ, સ્પાઇનલ કોર્ડ, અને નસોના ઘણા તત્વોની રચના કરવામાં મદદ રૂપ થાય છે. આપણાં શરીરમાં રક્તના રેડ બ્લડ સેલ્સનું નિર્માણ પણ આ જ કરે છે. આ ઉપરાંત તે વિભિન્ન અંગો માટે વિભિન્ન પ્રકારના પ્રોટીન પણ ઉત્પન્ન કરે છે.

વિટામિન બી 12 થવાના કારણો – 

 • જો કોઈને લાંબા સમય માટે એનીમિયાની બીમારી રહેતી હોય તેને આ રોગ થઈ શકે છે.
 • શાકાહારી લોકો માટે આ વિટામિનની કમી થવાની સંભાવના વધુ રહે છે. કેમ કે આ વિટામિન વધારે પડતો પશુઓના આહારમાં મળે છે.
 • શરીરમાં આ વિટામિનની કમી આનુવાંશિક પણ હોઈ શકે છે.
 • આંતરડાની બીમારીના કારણે, થઈ શકે છે, કારણ કે તેના કારણે વિટામિન બી 12ને લઈ નથી શકતા.
 • આંતરડા અને વજન ઓછું કરવાની સર્જરીથી પણ તમારા શરીરમાં વિટામિન બી 12ની કમી ઉત્પન્ન થઈ શકે છે.

વિટામિન બી 12 થવાના લક્ષણો –

 • જો શરીરમાં વિટામિન બી 12ની ઉણપ હોય તો હાથ-પગમાં ખાલી ચડવી, ધ્રૂજવા વગેરે થવા લાગે છે
 • યાદ શક્તિ ઓછી થઈ જાય છે.
 • જીભમાં સોજો અને ચાંદા પડવા.
 • ચામડીનો રંગ પીળો પડવો, ચાલવામાં થાક લાગવો.
 • ડ્રીપ્રેશન, થાક, નબળાઈ મહેસુસ થવી.
 • જો શરીરમાં વિટામિન બી 12ની વધુ પડતી કમી હોય તો વ્યક્તિની સ્પાઇનલ કોર્ડની નસ બંધ થઈ શકે છે અને પેરેલેસિસનો એટેક પણ આવી શકે છે.


વિટામિન બી 12ની ઉણપના ઉપચાર –

 • ઈંજેકશન – વિટામિન બી 12ની ઉણપને દૂર કરવા માટે સ્નાયુઓમાં ઈંજેકશન દેવામાં આવે છે. દર્દીમાં વિટામિન બી 12ની ઉણપની માત્રા અનુસાર ઈંજેકશન એક કે બે દિવસના અંતરે એક મહિના માટે દેવામાં આવે છે. જરૂર જણાય તો 3 મહિના પછી બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. સમય-સમય પર દર્દીના લોહીની તપાસ કરવામાં આવે છે અને ઉણપ લાગે તો ઈંજેકશનનો કોર્સ કરવો પડે છે.
 • દવા – વિટામિન બી 12ની ઉણપ જો વધારે પડતી ન હોય તો ડૉકટર તમને વિટામિન બી 12ની ગોળી પણ લખીને આપી શકે છે.
 • આહાર – ઈંજેકશન અને દવાની સાથે દર્દીએ પોતાના ખોરાકમાં પણ વિટામિન બી 12 યુક્ત ખોરાક લેવો જોઈએ. શાકાહારી વ્યક્તિ પોતાના ખોરાકમાં દૂધ, ચીઝ, જેવા દૂધયુક્ત આહાર અને એવો ખોરાક કે જેમાં વિટામિન બી 12 હોય તેનો સમાવેશ કરવો જોઈએ. માંસાહારી વ્યક્તિ પોતાના ખોરાકમાં ઈંડા, ચિકન, લૈમ્બ અને સી ફ્રૂડ લઇ શકે છે.
 • જે લોકો શાકાહારી છે તેમણે અનાજ, સોયાબીનથી બનેલા ખોરાક અને યીસ્ટનું સેવન કરવું જોઈએ. જો તમને આ વિટામિનની ઉણપ વધારે પડતી હોય તો નિયમિત તેની તપાસ કરવી જોઈએ.
 • જે લોકો ડાયાબિટીસની દવા લેતા હોય કે અન્ય એસિડ યુક્ત દવા લેતા હોય તેઓ એ તેમણે પણ નિયમિત રૂપથી વિટામિન બી 12ના લેવલની દવાઓ લેવી જોઈએ. કારણ દરેક દવા વિટામિન બી 12ના લેવલ પર અસર કરે છે.

આમ વિટામિન બી 12 એ આપણાં શરીરના સ્વાસ્થ્ય અને સંતુલન માટે ખૂબ જ જરૂરી છે.

Not allowed