સવારે ખાલી પેટ માત્ર આ બે વસ્તુ ખાવાનું કરો શરૂ, શરીરને થતા અઢળક ફાયદાઓ જાણીને ચોંકી જશો

આજના ભાગદૌડ ભરેલા અને વ્યસ્ત જીવનશૈલી માં લોકોને પોતાના સ્વાસ્થ્યની સંભાળ લેવાનો સમય નથી મળતો. અસંતુલિત ખાણી-પીણીને લીધે લોકો ઘણા ગંભીર બીમારીઓના શિકાર થઇ રહ્યા છે. જેને લીધે આજની યુવાશૈલીને સૌથી વધારે ચિંતા પોતાના સ્વાસ્થ્યને લીધે થઇ રહી છે. એવામાં આયુર્વેદના અનુસાર અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જેના માત્ર સેવનથી શરીરને અઢળક ફાયદા થઇ શકે છે. પલાળેલા ચણા અને કિશમિશ  શરીર માટે રામબાણ માનવામાં આવે છે.ચણા-કિશમિશના સેવનથી શરીર સાથે જોડાયેલી અનેક સમસ્યાઓનું નિવારણ થઇ જાય છે.તેમાં રહેલા પોષક તત્વો જેવા કે ફાયબર, કાર્બ્સ પ્રોટીન, કેલ્શિયમ વગેરે સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદેમંદ છે. આવો તો જાણીએ પલાળેલા ચણા-કિશમિશ ખાવાના ફાયદાઓ વિશે.

1. લોહીની ખામી કરે છે દૂર: શરીરમાંથી લોહીની કમી દૂર કરવા માટે ચણા-કિશમિશનું સેવન ખુબ ફાયદેમંદ માનવામાં આવે છે.ખાણીપીણીમાં બદલાવ અને ખરાબ જીવનશૈલીને લીધે શરીરમાંથી લોહીની કમીની સમસ્યા થઇ શકે છે જેને એનીમીયા કહેવામાં આવે છે. ચણા અને કિશમિશમાં આયર્નની માત્રા ખુબ ભરપૂર હોય છે જે લોહીનું પ્રમાણ વધારમાં ખુબ મદદ કરે છે. એનિમિયાના દર્દીઓને ચણા-કિશમિશ  ખાવાની સલાહ આપવામાં આવે છે.

2. મોટાપાની સમસ્યાથી રાહત: શરરીમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ મળી આવે છે. એચડીએલ અને એલડીએલ. એલડીએલ કોલેસ્ટ્રોલ શરીરમાં ચરબી રૂપે જમા થાય છે એવામાં કિશમિશ-ચલાનું સેવન શરીરમાંથી એલડીએલ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

 

3. આંખની રોશની વધારવામાં ફાયદેમંદ: આંખના સ્વાસ્થ્ય માટે ચણા અને કિશમિશ ખાવું ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે.જે લોકોની આંખો કમજોર હોય કે પછી રોશની ઓછી થઇ ગઈ હોય તેવા લોકોને ચણા-કિશમિશનું સેવન કરવું જોઈએ.કિશમિશમાં રહેલા પોલીફેનોલ્સ આંખોના સેલ્સની રક્ષા કરે છે, અને તે ફ્રી રેડિકલ્સને લીધે આંખોમાં થનારા નુકસાનને ઓછું કરે છે અને આંખોની બીમારીઓથી બચાવે છે.

4. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ: સવારે ખાલી પેટ પલાળેલા ચણા-કિશમિશ  શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખુબ ફાયદેમંદ છે.ચણામાં રહેલું પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન, આયર્ન અને કેલ્શિયમ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ફાયદો કરે છે અને  કિશમિશમાં રહેલું પોટેશિયમ, આયર્ન, વિટામિન બી-6 શરીરમાં પોષક તત્વોની કમી દૂર કરવા માટે ખુબ જ ઉપીયોગી છે. આ સિવાય તે શરીરને લાગતા અન્ય ચેપથી પણ બચાવે છે.

5. એસીડીટી અને ક્બ્જીયાતની સમસ્યા: ખરાબ ખાણી-પીણીને લીધે આજે મોટાભાગના લોકો એસીડીટી અને કબજિયાત જેવી સમસ્યાઓથી ચિંતિત છે. એવામાં રોજ સવારે ખાલી પેટ પલાળેલા ચણા-કિશમિશ  ખાવાથી કબજિયાત અને પાચન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થાય છે. આ સિવાય પેટને લગતા રોગો જેવા કે ગેસ, અપચો, પેટનો દુખાવો વગેરે દૂર કરે છે અને પાચનક્રિયા સુધારવામાં મદદ મળે છે. આ સિવાય તે બ્લ્ડપ્રેશને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

urupatel.fb

Not allowed