જો રાત્રે ના આવતી હોય ઊંઘ તો રોજ 1 ચમચી ઊંઘતા પહેલા લો આ મિશ્રણ , ઘસઘાટટ આવશે ઊંઘ

ઊંઘ ના આવવાની સમસ્યાથી વધારે પડતા લોકો હેરાન થતા હોય છે. આજના સમયમાં તો આ સામાન્ય વાત થઇ ગઈ છે કે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી હોતી તેના માટે તે ડોક્ટરની પણ સલાહ લેતા હોય છે તો કેટલાક ઊંઘ આવવાની દવાઓ પણ લેતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે ઊંઘની દવા તમારા માટે નુકસાનકારક હોય છે. પરંતુ ઓછી ઊંઘ કે સારી ઊંઘ ના આવવાથી વ્યક્તિને બીમારીનો થવાની શક્યતા વધારે રહે છે.

આજે દર ત્રણ વ્યક્તિમાંથી એક વ્યક્તિ ઊંઘ ના આવવાની સમસ્યા એટલે કે ઇન્સોમ્નિયાથી હેરાન થઇ રહ્યા છે. કેટલાક લોકો તો જલ્દી ઊંઘવા જતા રહેતા હોય છે તો પણ 8 કલાકની ઊંઘ પુરી નથી કરી શકતા. ઘણી વખત વધારે તણાવ લેવો, જીવનશૈલી અસ્ત-વ્યસ્ત થવી, ઊંઘવાની જગ્યા બરોબર ના હોવાની સાથે ખાણી-પીણીની આદતો પણ ઊંઘને પ્રભાવિત કરે છે.

કહેવાય છે કે મહેનત કર્યા પછી ઊંઘ સારી આવતી હોય છે પરંતુ બદલાતી જીવનશૈલી અને તણાવ ભરેલ દિનચર્યા પછી પણ ઘણી વખત ઊંઘ નહિ આવવાની સમસ્યા હોતી હોય છે ત્યારબાદ પણ આપણે તેને અનદેખી કરી દેતા હોઈએ છીએ.

પરંતુ જો આ સમસ્યા લાંબા સમય સુધી એકધારી જ રહે તો તમારે સ્વાસ્થ્યથી જોડાયેલી સમસ્યા હોઇ શકે છે. આજે ઊંઘથી જોડાયેલો એક ઘરગથ્થું ઉપાય બતાવીશું જેને નિયમીત કરવાથી તમે આરામથી ઉંઘી શકો છો. આ ઘરગથ્થું નુસખો ફક્ત બે સામગ્રીઓથી મળીને બને છે. સાથે જ તેના કોઈ સાઈડ ઈફેક્ટસ પણ થતા નથી.

૧ ચમચી સીંધાલૂણ મીંઠુ અને ૮ ચમચી કાચું મધ લો ત્યારબાદ આ બન્ને વસ્તુને મિક્સ કરો અને એક જારમાં નાંખીને ઢાંકી દો. દરરોજ રાત્રે સૂતા પહેલા કેટલીક મિનીટ પહેલા આ ઘરગથ્થું મિશ્રણને લો. તમે જ્યારે તેને તમારી જીભ પર રાખશો, તે આપમેળે મોંઢામાં ઓગળી જશે. જો તમે ઈચ્છો તો તેને હળવા ગરમ પાણીમાં નાંખીને પણ પી શકો છો.

ભલે તમારું રૂટિન કેટલું પણ વ્યસ્ત ના હોય પરંતુ સારી ઊંઘ આવે તેના માટે સૌથી જરૂરી છે કે તમે તમારા ઊંઘવાનો એક સમય નક્કી કરી લો. તેના લીધે તમારા શરીરને ઊંઘવાનું અને ઉઠવાનું ચક્ર સંતુલિત થઇ જતું હોય છે. શરૂઆતમાં ભલે તમને થોડી પ્રોબ્લેમ આવતી હોય પરંતુ નિયમિત રૂપથી એક નિર્ધારિત સમય પર જો તમે ઊંઘવાની કોશિશ કરશો તો તમારી દિનચર્યામાં શામેલ થઇ જશે.

team ayurved

Not allowed