
ગરમીની સીઝન આવતા જ સ્કિન સબંધિત મુશ્કેલીઓ વધવા લાગતી હોય છે. વાતાવરણમાં ફેરફર સાથે લોકોના સ્કિન કેર પ્રોડક્ટ્સ પણ બદલતા રહેતા હોય છે. તેની અસર ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી તેનો રોજિંદા જીવનમાં કરવામાં આવે. તેવામાં ઘરેલુ ઉપાયનો ઉપયોગ કરવો વધારે લાભદારી હોય છે. બજારના પ્રોડક્ટના ઉપયોગથી નેચરલ ગ્લો મળી જ શકે નહિ. આયુર્વેદમાં ઉલ્લેખિત ઉપાય ખુબ જ અસરકારક હોય છે સાથે તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી હોતી. આ જ કારણ છે કે લોકોને આયુર્વેદની વસ્તુઓ ઉપયોગ કરતા જરાય અચકાતા નથી.
કેટલીક વખત તમારા ચહેરાનો રંગ શરીરના બાકીના ભાગથી વધુ પડતો કાળો પડી જતો હોય છે. એટલું જ નહીં યોગ્ય દેખરેખ ન કરવા પર ચહેરા પર કરચલી અને ડાઘ પડી જતા હોય છે. જેને દૂર કરવા માટે આપણે બજારમાં મળતી કેટલીય પ્રકારની હાનિકારક પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઇએ છીએ. આવી પ્રોડક્ટથી આ સમસ્યા થોડા સમય માટે તો જતી રહે છે પણ બહુ ઓછા લોકો જાણે છે કે આવી પ્રોડક્ટ્સ સ્કીનને સેન્સિટિવ અને પાતળી બનાવી દે છે.
કહેવામાં આવે છે કે અરેબિયાની મહિલાઓ આ નુસખાનો ઉપયોગ કરીને પોતાની ત્વચાની ચમક અને સુંદરતા બનાવી રાખે છે. આ નુસખા માટે તમારે સીપી એટલે કે છીપની જરૂર પડશે. બજારમાં તમને સીપ આસાનીથી મળી રહેશે. યાદ રહે કે સીપની સાઇઝ નાની હોવી જોઇએ.
છીપના 10થી 20 શેલને એક કન્ટેનરમાં લઇ તેમાં મીઠું અને પાણી ઉમેરી 15 મિનિટ સુધી ઉકાળો. આવું કરવાથી દરિયાઇ સીપમાં રહેલી ધૂળ અને ગંદગી સંપૂર્ણ રીતે સાફ થઇ જશે. આ પ્રક્રિયા ભુલ્યા વગર કરવી કેમ કે સમુદ્રી સીપમાં અતિશય ગંદકી હોય છે જે તમારા ચહેરાની ત્વચાને ભારે નુકસાન પહોંચાડી શકે છે. સીપને પાણીમાં ઉકાળ્યા બાદ તેને બહાર કાઢી સાફ જગ્યાએ સૂકવવા માટે મૂકી દો.
છીપ સુકાઇ ગયા બાદ તેને પીસીને પાવડર બનાવી લો. પાવડર બની ગયા બાદ એક સાફ પાતળું કાપડ લો અને પાવડરને એમા નાખીને છાયણો લગાવવો. પછી આ પાવડરને એલોવિરા જેલ, મધ કે દૂધમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ જ્યારે આ પેસ્ટ સુકાઇ જાય ત્યારે હળવા હાથથી ચહેરાની મસાજ કરવી. જે બાદ સાફ પાણીથી ચહેરાને ધોઇ લેવો. અઠવાડિયામા ઓછામા ઓછા 3 વખત આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી તમારી સુંદરતામાં ચોક્કસ વધારો થશે.
જો તમે માર્કેટમાં ખરીદવા જશો તો 20 રૂપિયામાં છીપલાં મળી જશે અને જો તમે દરિયાકાંઠાના વિસ્તારમાં જવાના હોવ તો તમારે 20 રૂપિયા પણ ખર્ચવાની જરૂર નહીં પડે. માછીમાર મહિલાઓ દ્વારા દરિયાકાંઠે છીપલાં વેચવાનો વ્યાપાર કરવામાં આવતો હોય છે. અહીંથી તમે 5-10 રૂપિયામા જ છીપ મેળવી શકો છો. જો તમારે કોઇ વ્યક્તિ પાસેથી નહીં પણ દરિયામાંથી જ સીધા છીપ શોધવા હોય તો એ પણ શક્ય છે. તેના માટે તમારે દરિયાકાંઠાની રેતી ફંફોળવી પડશે, તેમાંથી તમને1-2 છીપ તો ચોક્કસ મળી જ જશે.
દરેક વ્યક્તિની તાસીર અલગ-અલગ પ્રકારની હોય છે. કોઇ વ્યક્તિને મીઠાંથી એલર્જી હોય છે તો કોઇ વ્યક્તિને તેલથીં. ત્યારે છીપની પેસ્ટ લગાવતા પહેલાં પણ એ ખાતરી કરવી વધુ સારી કે ક્યાંક તમને છીપની એલર્જી તો નથીને. ચહેરા પર લગાવતા પહેલાં આ પેસ્ટને કાનની પાછળ લગાવી જુઓ. જો તમને તેની કોઇ આડઅસર ન થાય તો જ આ પેસ્ટ ચહેરા પર લગાવવી. ચેક કર્યા વિના કોઇપણ પેસ્ટ કે ક્રિમ લગાવવાથી સ્કીન ઇન્ફેક્શન થઇ શકે છે.
ચહેરાની ચમક માટે મહિલાઓ કોઇપણ પ્રકારની યુક્તિઓ અજમાવતી હોય છે પછી તે વિશ્વના કોઇપણ દેશની મહિલાઓ કેમ ન હોય. સામાન્ય રીતે સાઉદી અરેબિયાની મહિલાઓ સુંદરતાના મામલામાં આગળ છે. તમને જાણીને નવાઇ લાગશે કે સાઉદી અરેબિયાની મહિલાઓ પણ પોતાના ચહેરા પર રોનક લાવવા માટે છીપ પાવડરના આ આયુર્વેદિક નુસખા અપનાવે છે.