
કોમ્પ્યુટર પણ શરમાઈ જાય, અક્ષરો જોઈને તમારા મોઢામાંથી નીકળશે- ‘વાહ દીકરી’
બાળપણમાં જ્યારે બાળક શાળાએ જવાનું શરૂ કરે છે, ત્યારે તેને પહેલા અક્ષરોvs ઓળખવાનું અને પછી લખવાનું શીખવવામાં આવે છે. બાળપણથી માતાપિતા અને શિક્ષકો બાળકની હેન્ડરાઇટિંગ પર ખૂબ ધ્યાન આપે છે. પરીક્ષામાં કેટલાક ગુણ સારી હેન્ડરાઇટિંગ માટે પણ મળતા હતા. શિક્ષકો પણ કહે છે કે સારા વિદ્યાર્થી બનવા માટે સારી યાદશક્તિની સાથે-સાથે હેન્ડરાઈટિંગ પણ ખૂબ જ જરૂરી છે. શાળામાં ઘણા બાળકોને તેમના અક્ષર માટે માર મારવામાં આવે છે.
આપણે બધાએ બાળપણમાં આપણી હેન્ડરાઇટિંગ સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા હશે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો વાયરલ થઇ રહ્યા છે, જેમાં એક આઠમાં ધોરણની વિદ્યાર્થીનીની હેન્ડરાઇટિંગ ચર્ચાનો વિષય બની છે. આ યુવતીનું નામ પ્રકૃતિ મલ્લા છે અને તે ભારતના પડોશી દેશ નેપાળની રહેવાસી છે. હાલમાં તે આઠમા ધોરણની વિદ્યાર્થીની છે અને સૈનિક રેસિડેન્શિયલ કોલેજમાં અભ્યાસ કરે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે તેની હેન્ડરાઇટિંગ નેપાળમાં સૌથી સુંદર પસંદ કરવામાં આવી છે. તેની હેન્ડરાઇટિંગ એટલી સુંદર છે કે જે પણ તેને જુએ છે, તે પહેલા તો વિશ્વાસ જ નથી કરી શકતો કે તે હાથથી લખાયેલ છે કે તે કમ્પ્યુટરના કોઈ ડિઝાઇનર ફોન્ટ છે. મોટા-મોટા તેની હેન્ડરાઇટિંગ જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. સોશિયલ મીડિયાના કારણે વિશ્વના વિવિધ વેબ પોર્ટલમાં પ્રકૃતિના હસ્તલેખનને દરેક જગ્યાએ ઓળખ મળી રહી છે પછી તે ફેસબુક હોય કે ટ્વિટર.
આ સાથે તેની હેન્ડરાઈટિંગને પણ ઘણા બધા શેર મળી રહ્યા છે. આજે નેપાળ અને સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ પ્રસિદ્ધ થઈ રહી છે, માત્ર તેની સુંદર અને અદ્ભુત હેન્ડરાઇટિંગને કારણે. તમને જણાવી દઈએ કે તેને નેપાળ સરકાર અને સેના દ્વારા ઈનામ પણ આપવામાં આવ્યું છે.