લીંબુથી પણ વધારે અસરકારક છે આ એક નાની એવી વસ્તુ, વજન ઘટાડવાનો છે રામબાણ ઈલાજ

આજના સમયમાં વજન વધવાની સમસ્યા મોટાભગના લોકોને સતાવતી હોય છે, ત્યારે વજન ઘટાડવાના ઘણા ઉપાયો પણ આપણે કરતા હોઈએ અને તે છતાં પણ કોઈ ખાસ ફર્ક નથી પડતો. ત્યારે આજે અમે તમને એવો કારગર ઉપાય બતાવીશું જે ખરેખર તમારા માટે અસરકારક નિવળશે.

જો તમે ખરેખર વજન ઘટાડવા માંગતા હોય તો તમારા માટે તકમરીયા (basil seeds) ખુબ જ ફાયદાકારક નિવળશે. બધા જ ન્યૂટ્રિશિયન તેને ખાવની સલાહ જરૂર આપશે કારણ કે આ બીજ ઘણા જ લાંબા સમય સુધી ભૂખને શાંત રાખે છે અને તમારું વજન ઓછું કરવામાં પણ ખુબ જ મદદગાર સાબિત થાય છે.

તકમરીયાને ઉપયોગ કરતા પહેલા તેને થોડીવાર સુધી પાણીમાં પલાળીને રાખવા પડે છે. ત્યારબાદ તમે તેને શરબત, ડેઝર્ટ અથવા તો મિલ્કશેકમાં નાખીને વાપરી શકો છો. તકમરીયામાં ઘણા જ પોષકતત્વો હોય છે. જેવા કે પ્રોટીન, વિટામિન, ફાઈબર, ઓમેગા અને ફેટી એસિડ જે સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક માનવામાં આવે છે.

જો તમે મોટાપાથી પરેશાન હોય તો તકમરીયાના બીજ તમારા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તકમરીયાનો ઉપયોગ મોટાપાને દૂર કરવા માટે કરવામાં આવે છે. તેનાથી તમારું પેટ પણ ભરેલું રહેશે અને ભૂખ પણ ખુબ જ ઓછી લાગશે. જેના કારણે તે વજનને નિયંત્રણમાં રાખી શકશે. તકમરીયામાં ફાયબર મળી આવે છે. જે ફેટને બર્ન કરવામાં ખુબ જ લાભકારક સાબિત થઇ શકે છે.

આ રીતે કરો તકમરીયાનો ઉપયોગ:
તેના માટે તમારે રાત્રે સુતા પહેલા તકમરીયાના બીજને એક ગ્લાસ પાણીમાં પલાળીને રાખી લેવા. બીજા દિવસે સવારમાં ખાલી પેટે તેનું સેવન કરવું. જો તમે ઈચ્છો તો તેમાં મધ અને લીંબુ નાખીને જ્યુસ પણ બનાવી શકો છો. રોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરવાથી મોટાપામાં બહુ જ જલ્દી રાહત મળે છે.

Team Akhand Ayurved

Not allowed