
કેળાની છાલથી લઈને સંતરા, દાડમ, લીંબુની છાલના છે અધધધ ફાયદાઓ, એકવાર ફાયદા વાંચશો તો ક્યારેય કેળાની છાલ નહી ફેંકો:
શું તમે જાણો છો કે શાકભાજી અને ફળની છાલ પણ ખૂબ જ વધારે ઉપયોગી છે. તે આપની સ્કીનને ચમકદાર બનાવવા માટે ખૂબ જ લાભદાયક છે. સાથે જ તેની કોઈ કિંમત પણ નથી હોતી. જેને લગાવવા માત્રથી જ સ્કીનની સમસ્યાઓ દૂર થઈ જતી હોય છે. તો આજે આ આર્ટીકલના માધ્યમથી જાણો કઈ કઈ છાલ ઉપયોગી છે સ્કીન માટે.
સંતરાની છાલ – સંતરાની છાલમાં વિટામીન સી અને ઈ હોય છે, જે સ્કીન માટે ખૂબ જ ફાયદારક છે. વિટામીન સી ત્વચાના રંગને અંદરથી નિખારે છે અને વિટામિન એ કરચલીઓ અને ખીલના જે ફોલ્લીઓના કાળા ડાઘને ઘટાડે છે. અને સાથે ખીલ પણ દૂર કરે છે.
દાડમની છાલ – દાડમ છાલ માં હાજર એન્ટીઑકિસડન્ટ કરચલીઓને ઘટાડવા માટે મદદ કરે છે. તેમજ તેની છાલ ત્વચાના રંગને નિખારે છે અને વધતી ઉંમર ઘટાડે છે.
લીંબુની છાલ – લીંબુના છાલમાં એન્ટિબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે જે ત્વચાના રોગો સામે લડવામાં મદદ કરે છે. તેમાં હાજર સાઇટ્રિક એસિડ પણ ત્વચાના રંગને નિખારે છે.
સફરજનની છાલ – સફસરજનની છાલમાં પોલિફેનોલ્સમાં જોવા મળે છે જે નવા કોષની રચનામાં મદદ કરે છે અને ફ્રી રેડિકલથી પણ બચાવે છે. સફરજનની છાલમાં મસ્સાનાં જીવાણુંઑને મારવાની શક્તિ હોય છે. સાથે જ સફરજનની છાલ મસ્સાને ફેલાવાથી પણ બચાવે છે. રોજ કોટન અથવા સુતરાઉ કપડામાં છાલને રાખી અને મસ્સા પર લગાવો. અઠવાડિયા સુધી આવુ કરવાથી મસ્સાની સમસ્યાથી છૂટકારો મળે છે.
પપૈયાની છાલ – પપૈયાની છાલમાં રહેલ હાઈડ્રોક્સિઇ ત્વચાને ગોરી બનાવે છે અને કળા ડાઘ ધબ્બા દૂર કરી ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.
કેળાની છાલના ફાયદાઓ – કેળાની છાલમાં એન્ટીઑકિસડન્ટ હોય છે જે ઓક્સિડેટીવ તાણને ઘટાડે છે અને ત્વચાને હાનિકારક યુવી કિરણોથી સુરક્ષિત કરે છે. કેળા સ્વાસ્થય લાભ આપવા સાથે જ મસ્સાને પણ સાફ કરે છે. કેળાની છાલમાં ઑક્સીકરણ રોધી તત્વ મળી આવે છે જે મસ્સા માટે કાળ પુરવાર થયા છે. કેળાના છાલથી મસ્સાને દૂર કરવા માટે આપના મસ્સાને કેળાની છાલ સાથે સરખી રીતે બાંધી દો. ધ્યાન રાખો કે એને એવી રીતે બાંધો કે લાંબો સમય ટકી શકે. લગભગ ૨૪ કલાક સુધી મસ્સાને બંધાયેલા રહેવા દો. થોડા દિવસો સુધી આ રીતે કરવાથી મસ્સા હંમેશા માટે ખરી જશે.
કેળાની છાલમાથી એક એવું કેમિકલ મળી આવે છે જે આપણા સેરોટોનીન હાર્મોનને સામાન્ય બનાવી રાખે છે. સેરોટોનીન હાર્મોન ડીપ્રેશનને દુર કરવામાં મદદ કરે છે. આ સિવાય કેળાની છાલને વાટીને તેની પેસ્ટ બનાવીને તેને માથા પર 15 મિનિટ માટે લગાવવાથી માથાનો દુખાવો પણ દૂર થાય છે. કેળાની છાલમાં રહેલ મેગ્નેશિયમ ધમનીઓમાં જઈને માથાનો દુઃખાવો રોકવામાં મદદ કરે છે.
આ સિવાય કેળાની છાલના ફાયબર વજન ઓછું કરવામાં મદદ કરે છે, અને લોહીમાં શુગર લેવલ જાળવી રાખે છે. કેળાની છાલમાં રહેલું વિટામિન સી ઇમ્યુન સિસ્ટમને સ્વસ્થ રાખે છે અને વિટામિન બી 6 શક્તિ આપે છે. ઉપરાંત કેળાની છાલ એક સારું ખાતર પણ છે, તેને ક્યારેક ક્યારેક ગુલાબના છોડમાં નાખવી જોઈએ.