આયુર્વેદના તે 11 નિયમો જે તમને લાંબા સમય સુધી રાખી શકે છે સ્વસ્થ અને યુવાન

બાળકોથી લઈને યુવાન સુધી અને ગર્ભવતી મહિલાઓથી વૃદ્ધો સુધી, આયુર્વેદમાં દરેકના જીવનની ગુણવત્તા વધારવાની ક્ષમતા હોય છે. આયુર્વેદ એકદમ અલગ પદ્ધતિ છે જે કોઈપણ પ્રકારના સાઈડ ઇફેક્ટ વગર તમારી દરેક સમસ્યા દૂર કરી શકે છે.આયુર્વેદિકના આધારે જે ટિપ્સ તમને જણાવી રહ્યા છે જે તમને લાંબા સમય સુધી યુવાન, સુંદર અને સ્વસ્થ રાખી શકે છે.આવો તો જાણીએ આયુર્વેદના ઘરેલુ ઉપચાર.

આયુર્વેદના આધારે સવારે 4.30 વાગે ઉઠવું યોગ્ય માનવામાં આવે છે. સવારે ઉઠીને ખાલી પેટ પાણી પીવું સ્વસ્થ રહેવા માટેનો સૌથી બેસ્ટ ઉપાય છે.પાણી નવશેકું હોવું જોઈએ અને જો શક્ય હોય તો તેને તાંબાના ગ્લાસમાં રાખો.સવારે ઉઠીને રોજ આંખોને તાજા પાણીથી સાફ કરવી જોઈએ. દાંત, પેઢાને મજબૂત બનવવા માટે ઓઇલ પુલિંગ કરવાની કોશિશ કરો તેનાથી તમારા અવાજમાં સુધાર આવશે અને ચેહરા પરની કરચલીઓ પણ દૂર થશે.નવશેકા તલના તેલથી દિવસમા બે વાર ગુલ્લાં કરો, મોં માં તેલ થોડીવાર સુધી રાખો અને ચારે બાજુ ફેરવો અને પછી થૂંકી કાઢો.અને ધીમે ધીમે આંગળી વડે પેઢાની મસાજ કરો.

 

નાક દ્વારા પણ અમુક બીમારીઓ દૂર કરી શકાય છે.તેના માટે ગાયના ઘી ને નવશેકું ગરમ કરી નાકમાં 3 ટીપા નાખો.જે નાકની ચીકાશને વધારે છે જે સાઇન્સને સાફ કરે છે અને અવાજ, આંખ અને માસનિક સ્પષ્ટતામાં સુધાર લાવે છે. રોજ પુરા શરીરની માલિશ કરવી પણ જરૂરી છે.આ સિવાય તમે કાન, નાક અને પગની મસાજ પણ કરી શકો છો. જેનાથી તમને શાંતિનો અનુભવ થશે અને માથાનો દુખાવો, વાળ ખરવા, વાળનું સફેદ થવું વગેરે જેવી સમસ્યાથી છુટકારો મળે છે.

 

સારા સ્વાસ્થ્ય માટે નિયમિત વ્યાયામ કરવો પણ જરૂરી છે.વ્યાયામની સાથે સાથે તમે યોગા પણ કરી શકો છો.જે બીમારી સામે લડવાની શક્તિનને વધારે છે અને શરીરમાં લોહીના પ્રવાહને પણ વધારે છે.જે પાચન ક્ષમતા પણ વધારે છે જેનાથી મોટાપાની સમસ્યા દૂર થાય છે. શરીરને ડીટોક્સ રાખવા અને નકારાત્મકતાથી દૂર રાખવા સુતા પહેલા પગને ધોવા ખુબ જરૂરી છે.શક્ય હોય તો પગને મીઠાવાળા પાણીથી સાફ કરો. પ્રાણને પોતાના શરીરમાં વહન માટે હંમેશા સીધા બેસો પ્રાણ બ્રહ્માડનું તે વિશેષ કામ છે જે શરીરને પૂરતો ઓક્સિજન આપે છે.તેની એનર્જી નાક દ્વારા હૃદય સુધી પહોંચે છે. આ સરળ ટિપ્સનું અનુકરણ કરવાથી તમે જીવનમાં હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો.

urupatel.fb

Not allowed