100 વર્ષ સુધી નિરોગી રહેવા માંગો છો તો નોંધી લો આ 9 ઉપાય, ડોક્ટરનું મોઢું જોવા પણ ક્યારેય દવાખાને નહિ જવું પડે

આજના સમયમાં નિરોગી રહેવા માટે લોકો કેટ કેટલા ઉપાય કરતા હોય છે, પરંતુ ગમે તે કરવા છતાં કોઈને કોઈ  બીમારી શરીરમાં આવી જ જતી હોય હોય છે, તેની પાછળનું કારણ આજની ખાણીપીણી છે, કારણ કે હવે પહેલાના સમયની જેમ શુદ્ધ ખાવાનું આપણને નથી મળતું, ત્યારે મનમાં પ્રશ્ન થાય કે લાંબા સમય સુધી સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટે આપણે શું કરી શકીએ ? ત્યારે આજે અમે તમને એવા જ 9 ઉપાયો જણાવીશું જેના દ્વારા તમે સ્વસ્થ અને નિરોગી જીવન જીવી શકો છો.

નવશેકું પાણી:
રોજ સવારે અને આખા દિવસમાં 2-3 ગ્લાસ જેટલું નવશેકું પાણી પીવું જોઈએ. જેના કારણે તમારી પાચનક્રિયા એકદમ સ્વસ્થ રહેશે અને તેના કારણે તમે કેટલાય રોગોથી પણ મુક્ત રહી શકશો.

નાસ્તો કરવાનો યોગ્ય સમય:
આપણે ગમે ત્યારે કાઇને કઈ ખાઈ લેતા હોઈએ છીએ, ઘણા લોકો મોડા ઉઠે છે અને સવારનો નાસ્તો પણ મોડો કરતા હોય છે, પરંતુ નાસ્તા માટેનો શ્રેષ્ઠ સમય સવારે 7થી 9 વચ્ચેનો છે, તેનાથી તમારું બ્રેઈન એક્ટિવ રહે છે અને એનર્જી લેવલમાં પણ વધારો થાય છે.

આ રીતે લો શ્વાસ:
આખો દિવસ દરમિયાન માણસના શ્વાચ્છોશ્વાસની ક્રિયા ચાલતી રહે છે, પરંતુ જો તમે આંખ ઓદીવ્સ લંગ્સ ફુલાવીને શ્વાસ લેશો તો તમારા શરીરમાં ઓક્સિજનની માત્રા વધશે અને સાથે જ તમારા લંગ્સ પણ હેલ્દી બનશે.

તડકામાં વિતાવો સમય:
આખા દિવસ દરમિયાન ઓછામાં ઓછો 30 મિનિટ જેટલો સમય તડકામાં વિતાવવો જોઈએ. જેના કારણે તમને વિટામિન D મળશે અને સાથે જ દુખાવો ખતમ થઇ જશે અને બ્લોકેજ પણ નહિ રહે.

ભોજનમાં રાખો આ વાતનું ધ્યાન:
જમવાનો સમય રોજ નક્કી રાખવો જોઈએ. સાથે જ ભોજનમાં એક જ પ્રકારની વસ્તુ લેવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, અનેક વસ્તુઓ મિક્સ ના કરવી જોઈએ.

જમ્યા બાદ આટલા સમય સુધી પાણી ના પીવું:
જમવાના ઓછામાં ઓછા 40 મિનિટ સુધી પાણી ના પીવું જોઈએ. જેના કારણે ભોજન યોગ્ય રીતિ પાચન થઇ શકે.

જમ્યા બાદ આ કામ ના કરવું:
જમ્યા બાદ ક્યારેય મહેનત વાળું કામ ના કરવું જોઈ. સાથે જ ભોજન કર્યા બાદ કયારેય સ્નાન પણ ના કરવું જોઈએ.

દિવસ દરમિયાન આટલી ઊંઘ લેવી:
શરીરના આરામ માટે અને સ્વસ્થ રહેવા માટે યોગ્ય ઊંઘની પણ જરૂર પડે છે. માટે દરરોજ ઓછામાં ઓછા 8થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ.

આ રીતે બેસવું:
ઘણા માણસો બેસવાની યોગ્ય રીત નથી અનુસરતા જેના કારણે તેમને લાંબા ગાળે તકલીફ થતી હોય છે. બેસવા દરમિયાન મણકાનું પોશ્ચર યોગ્ય રાખવું જોઈએ. જેનાથી બેક પેઈનનો પ્રોબલમ નહિ થાય.

Team Akhand Ayurved

Not allowed