ફેમસ ટીવી એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન અવનીત કૌર ફિલ્મી દુનિયામાં પણ એન્ટ્રી કરી ચુકી છે. અવનિત કંગના રનૌત દ્વારા નિર્મિત ‘ટીકુ વેડ્સ શેરુ’માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી. અલાદ્દીન એક્ટ્રેસ અવનીત કૌર સોશિયલ મીડિયા પર ઘણી ફેમસ છે. અવનીત ટિકટોક એપથી વધુ ફેમસ થઇ હતી. હાલની વાત કરીએ તો, તે યુવાઓમાં સ્ટાઈલ આઈકોન છે.પરંતુ, આ બધાની વચ્ચે તે તેના લેટેસ્ટ ફોટોઝને કારણે ચર્ચામાં છે. આ દિવસોમાં, અવનીત તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સતત તેની તસવીરો શેર કરતી જોવા મળે છે.
અવનીતે ખુબ નાની ઉંમરમાં જ પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. અવનીતે ડાન્સ ઇન્ડિયા ડાન્સ લિલ માસ્ટરટ દ્વારા કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિવાય તેનો ડાન્સ કે સુપરસ્ટાર શો માં પણ ભાગ લીધો હતી.જેના બાદ તેને ટીવી સીરિયલમાં ડેબ્યુ કર્યું હતું અને કોમેડી શો તેઢે હૈ પર તેરે મેરે હૈ માં કામ કર્યું હતું. વર્ષ 2014માં અવનીતે ફિલ્મ મર્દાની દ્વારા ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી, જેમાં રાની મુખર્જી મુખ્ય ભૂમિકામાં હતી.
અવનીત જેટલી એક્ટિંગમાં નિપુણ છે એટલી જ તે ફેશનમાં પણ મોખરે છે. તેની ગ્લેમરસ તસવીરો ફેન્સને દિવાના બનાવી દે છે. વેસ્ટર્ન ઉપરાંત તે ભારતીય વસ્ત્રો પણ સારી રીતે કેરી કરે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. તે ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો અને રીલ્સ પોસ્ટ કરતી રહે છે. તે ટ્રેડિંગ સોંગ્સ પર તેના ડાન્સ મૂવ્સ પણ બતાવે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 27.8 મિલિયન ફોલોઅર્સ છે.
અવનીત કૌર મણિકર્ણિકા પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ ટીકુ વેડ્સ શેરુમાં જોવા મળી હતી. આ ફિલ્મ કંગના રનૌત પ્રોડ્યુસ કરી હતી. પોસ્ટર શેર કરતી વખતે કંગનાએ અવનિત કૌરના વખાણ કર્યા હતા. અવનીતને બોલિવૂડમાં મળેલી તકથી ખૂબ જ ખુશ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. અવનીતે 2012માં લાઈફ ઓકેના ડેઈલી શો, મેરી મા સાથે અભિનયની શરૂઆત કરી હતી. ત્યારથી, અવનીત કૌર ઘણી સિરિયલોમાં જોવા મળી છે.
તેણે 2012માં ઝલક દિખલા જા-5માં ભાગમાં લીધો હતો, અને અલાદ્દીન સહિત અનેક શોમાં કામ કર્યું હતું. તે અભિનય ઉપરાંત, તેના તસવીરોથી ચાહકોને મંત્રમુગ્ધ કરતી રહે છે. અવનીત કૌર ફેશન ગોલ આપે છે. તે ઘણીવાર ટૂંકા ડ્રેસ, સ્ટાઇલિશ ફૂટવેર અને ટ્રેન્ડી હેરસ્ટાઇલ સાથે જોવા મળે છે. અવનીત કૌર છેલ્લે સોની સબ પર પ્રસારિત થતા લોકપ્રિય શો અલાદ્દીનમાં જોવા મળી હતી. આમાં તે યાસ્મીનનું પાત્ર ભજવતી જોવા મળી હતી.
અવનીત કૌર સિરિયલ ‘અલાદ્દીન – નામ તો સુના હોગા’ ફેમ અભિનેતા સિદ્ધાર્થ નિગમ સાથે સારુ બોન્ડિંગ ધરાવે છે. તે બંને વાસ્તવિક જીવનમાં ખૂબ સારા મિત્રો છે. લોકો તેમની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રીને વાસ્તવિકમાં પણ જોવા માંગે છે.હાલમાંજ અવનીતે પોતાની લેટેસ્ટ તસ્વીર શેર કરી છે જેમાં તેણે ટીશર્ટની સાથે વ્હાઇટ જેકેટ પણ કેરી કર્યું છે.
View this post on Instagram
આ આઉટફિટ સાથે અવનીતે ચશ્મા પણ પહેર્યા છે અને વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે. તસ્વીરો શેર કરીને અવનીતે કેપ્શનમા લખ્યું કે,”યુ નો ધ વાઈબ્સ”.લોકોએ અવનીતનો આ અંદાજ ખુબ પસંદ કર્યો હતો.આ લુકમાં અવનીતે કેમેરા સામે એકથી એક હોટ પોઝ આપ્યા હતા.લોકોએ પણ તેની તસવીરો પર હાર્ટ અને ફાયર ઇમોંજી પોસ્ટ કરી હતી અને તેની સુંદરતા અને ફિટનેસની ખુબ પ્રશંસા કરી હતી.
View this post on Instagram
ચાહકોએ આ ધારાવાહિકમાં તેને અપાર પ્રેમ આપ્યો હતો. શોની બીજી સિઝનમાં અવનીત કૌર ન હોવાથી ચાહકો ખૂબ જ નિરાશ થયા હતા. તેઓ સતત સોશિયલ મીડિયા પર અવનીતને પાછા લાવવાની માંગ કરી રહ્યા હતા. જો કે, અવનીતે ચાહકોને કહ્યું કે તે અંગત કારણોસર શોમાં પરત નથી આવી રહી. અવનીત ઘણીવાર કપડાંથી લઈને વાળ સુધી અલગ-અલગ સ્ટાઈલ કેરી કરે છે. તે તેમાં પ્રયોગો પણ કરતી રહે છે. તે વિવિધ પ્રકારના કોમ્બિનેશન પહેરે છે અને લોકોને પોતાના માટે દિવાના બનાવે છે.
View this post on Instagram