રોશન ભાભીના ગંદા ગંદા આરોપો પછી અસિત મોદીએ મોટો ખુલાસો કરતા કહ્યું- શોમાંથી કાઢી મૂકી એટલે…

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. TMKOCના ઘણા પાત્રો અલગ અલગ કારણોસર શો છોડી ચુક્યા છે તો બીજી તરફ એક મોટા સમાચાર સામે આવ્યા. અભિનેત્રી જેનિફર મિસ્ત્રી બંસીવાલે શોના મેકર્સ પર સનસનીખેજ આરોપ લગાવ્યો. આ શોમાં મિસિસ સોઢીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનિફરે તાજેતરમાં દાવો કર્યો હતો કે નિર્માતા દ્વારા તેની જાતીય સતામણી કરવામાં આવી હતી.

હવે આવી સ્થિતિમાં શોના નિર્માતાએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. આરોપોનો જવાબ આપતા અસિત મોદીએ કહ્યું, ‘અમે કાનૂની કાર્યવાહી કરીશું કારણ કે તે મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે’. અસિત મોદીએ કહ્યુ કે, અમે તેને શોમાંથી કાઢી મૂકી છે, તેથી તે પાયાવિહોણા આરોપો લગાવી રહી છે’

અસિત મોદીના બચાવમાં આવેલા સોહિલ રામાણી અને જતીન બજાજે કહ્યું, ‘જેનિફરે આખી ટીમ સાથે ખરાબ વર્તન કર્યું. આ સિવાય તે શૂટિંગ પૂરું કર્યા વિના જ નીકળી ગઈ હતી. શૂટમાંથી જતી વખતે ખૂબ જ સ્પીડમાં કાર ચલાવી અને તેણે ઘણું નુકસાન પણ કર્યું. શૂટ દરમિયાન વારંવાર તેના દુર્વ્યવહારના કારણે જ અમારે તેને કાઢી મૂકવી પડી. આ ઘટના જ્યારે થઈ ત્યારે અસિત મોદી તો USA માં હતા. જેનિફર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને તે અમને બદનામ કરવા માંગે છે.

અમે તેના આ ખોટા આરોપો સામે ફરિયાદ પણ દાખલ કરી દીધી છે. જેનિફરે સૌથી ગંભીર આરોપ જેમના પર લગાવ્યા છે એવા અસિત કુમાર મોદીએ કહ્યું છે કે અમે કાયદાકીય પગલાં લઈશું, તે શો અને મને બંનેને બદનામ કરવા માંગે છે. અમે તેને શોમાંથી કાઢી મૂકી એટલે તે પાયાવિહોણા આરોપ લગાવી રહી છે. જેનિફરે અસિત મોદી પર આરોપ લગાવતા જણાવ્યુ હતું કે, શરૂઆતથી જ આસિતજી ઘણી વાર કહેતા કે તમે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છો. મને એકવાર તેમણે પૂછ્યું કે શું તું પીવે છે ?

મેં બિંદાસ થઈ કહ્યુ વ્હિસ્કી. આ પછી તેમણે વારંવાર મને વ્હિસ્કી પીવા માટે કહ્યુ, મને એમ કે તેઓ મજાકમાં બોલતા હશે. પરંતુ 2019માં અમારી આખી ટીમ સિંગાપોર ગઈ હતી, ત્યારે અસિત મોદીએ મને કહ્યું – મારા રૂમમાં આવી જાઓ સાથે બેસીને વ્હિસ્કી પીએ. મને આ સાંભળીને આશ્ચર્ય થયું. પછી એક દિવસ પછી તેમણે કહ્યું – તે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. મન થાય છે કે મને પકડીને ચુંબન કરી લે. તેમની આ વાત સાંભળીને હું ધ્રૂજવા લાગી હતી.

Not allowed