
મની પ્લાન્ટની જેમ ચમત્કારી છે આ ઝાડના પાંદડા, બની જાય છે બધા બગડેલા કામ
હિંદુ ઘર્મમાં છોડ-ઝાડની પૂજા કરવામાં આવે છે. છોડને ઘરમાં પણ લગાવવામાં આવે છે કે કારણ કે સુખ સૌભાગ્ય આવે પરેશાનીઓ દૂર ચાલી જાય. અશોકના પાંદડાને પણ ઘણા ભાગ્યશાળી માનવામાં આવે છે. શુભ કામોમાં આ ઝાડના પાંદડાનો ઉપયોગ થાય છે. હિંદુ ધર્મ જ નહિ, જ્યોતિષમાં પણ આનું અલગ અલગ મહત્વ જણાવવામાં આવ્યુ છે. જાણકારોના મતે વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે ઘરના આંગણામાં અશોકનું વૃક્ષ લગાવવું એ શુભ સંકેત છે. જ્યારે જ્યોતિષ શાસ્ત્રમાં તેના ચમત્કારી ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
જો લગ્નમાં વિલંબ થતો હોય અથવા કોઈ અડચણ આવતી હોય તો 7 અશોકના પાનને કલરના એક કળશના પાણીમાંપલાળી રાખો. તે પાણીને એક મહિના પછી વહેતી નદીમાં વહાવી દો. જો ઘરની આસપાસ નદી ન હોય તો તે પાણી પીપળના મૂળમાં નાખો. જો ગ્રહો તમને પરેશાન કરી રહ્યા હોય તો અશોકના પાન તોડીને પીસીને પાણીમાં ભેળવીને સ્નાન કરો, આનાથી રોગ પેદા કરતા ગ્રહો શાંત થઈ જાય છે. વ્યક્તિ જલ્દી સ્વસ્થ થવા લાગે છે. જો પતિ-પત્ની વચ્ચે પારિવારિક મતભેદ હોય અથવા પ્રેમની ઉણપ હોય તો પણ અશોકના પાન ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.
તમારે ફક્ત પલંગના ગાદલા નીચે 7 અશોકના પાન રાખવાના, જેનાથી પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ફરી વધશે અને પરેશાનીઓ સમાપ્ત થઇ જશે. તમે જે દેવતામાં માનતા હોવ તેને અશોકના પાન અર્પણ કરો. તેનાથી તમારી મનોકામનાઓ તો પૂર્ણ થશે જ પરંતુ પૂજામાં પવિત્રતા પણ વધશે. જો તમે ઘરમાંથી વાસ્તુદોષ દૂર કરવા માંગો છો તો અશોકના પાનનો બંદનવાર બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર લગાવો. આના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ફેલાય છે. ઉલ્લેખનીય છે કે, તમે તમારી આસપાસ અશોક વૃક્ષ જોયા જ હશે. લોકો પોતાના ઘરની સુંદરતા વધારવા માટે અશોકના વૃક્ષ લગાવે છે.
ઘરની સુંદરતા વધારવા ઉપરાંત અશોક વૃક્ષ ઘરના વાસ્તુ દોષોને દૂર કરવામાં મદદગાર છે. એવું માનવામાં આવે છે કે જે ઘરની સામે અશોકનું વૃક્ષ વાવવામાં આવે છે, ત્યાં કોઈ નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. એટલા માટે તેનું ઝાડ તમારા ઘરની સામે લગાવવું જોઈએ. ઘણીવાર તમે જોયું હશે કે અશોકના પાનનો ઉપયોગ પૂજા પાઠ અથવા શુભ કાર્યમાં કરવામાં આવે છે. આ સિવાય તેઓ દેવી-દેવતાઓને અશોકના પાન અર્પણ કરીને પ્રસન્ન થાય છે. આમ કરવાથી તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.
(નોંધ : આ માહિતી ફક્ત કેટલીક જાણકારીઓ અને લોકમાન્યતા પર આધારિત છે, અખંડ આર્યુવેદ આની પુષ્ટિ કરતુ નથી.)