મોટી હસ્તીનું થયું નિધન, પનશીલ પાર્કમાં રહેતા હતા હાઈફાઈ સોસાયટીમાં, નિધનની ખબર સાંભળતા જ બધા રડી પડ્યા

ભારત પેના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અને બિઝનેસમેન અશનીર ગ્રોવરના પિતા અશોક ગ્રોવરનું નિધન થઇ ગયુ છે. અશનીર ગ્રોવરે પિતાની તસવીર શેર કરતા ઈન્સ્ટાગ્રામ પર આ માહિતી શેર કરી છે. તેણે પિતા માટે એક ભાવનાત્મક સંદેશ પણ લખ્યો છે. અશનીર ગ્રોવરે પિતાને શ્રદ્ધાંજલિ આપતી એક ઇમોશનલ નોટ પણ લખી છે. તેમણે પિતાની તસવીર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યુ- બાય પાપા, લવ યુ. સ્વર્ગમાં પાપાજી, મોટી મમ્મી, નાનાજી અને નાનીજીનું ધ્યાન રાખજો.

અશોક ગ્રોવર (પુત્ર નંદલાલ ગ્રોવર) 04.08.1953 – 28.03.2023.જણાવી દઈએ કે, અશનીર ગ્રોવરના પિતા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા. તે પંચશીલ પાર્કમાં પુત્ર સાથે રહેતા હતા. અશનીરે તાજેતરમાં પત્ની માધુરી જૈન ગ્રોવર અને આશિમ ઘાવરી સાથે મળીને એક નવું સ્ટાર્ટ-અપ શરૂ કર્યું છે. તેમનું વેંચર ક્રિક પે એપ, ફેંટેસી સ્પોર્ટસ પર ફોકસ છે. જ્યાં સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ કોઈપણ કંટેસ્ટેંસ પર દાવ લગાવીને પ્રાઇસ જીતી શકે છે.

14 જૂન 1982ના રોજ દિલ્હીમાં જન્મેલા અશનીર ગ્રોવર BharatPeના સહ-સ્થાપક તરીકે જાણીતા છે, જે નાના ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ માટે 2018માં શરૂ કરાયેલ પેમેન્ટ ઈન્ટરફેસ છે. જોકે, હવે તેઓ આનો ભાગ નથી. આ સિવાય અશનીરે રિયાલિટી ટીવી શો શાર્ક ટેન્ક ઈન્ડિયામાં જજ તરીકે ભાગ લીધો છે. હાલમાં તે એક સ્ટાર્ટઅપ સાથે કામ કરી રહ્યો છે.

Not allowed