ક્યારે લગ્નના બંધનમાં બંધાશે મલાઇકા અને અર્જુન ? 10 વર્ષ નાના પ્રેમી અર્જુન સાથે ભાભી બહુ જ જલસા કરે છે, રંગીન રાતો કાઢે છે એકબીજા ઉપર

અર્જુન કપૂર અને તેની કઝીન સોનમ કપૂર કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ની સાતમી સીઝનના 6ઠ્ઠા એપિસોડમાં જોવા મળ્યા હતા. તે સમયે સોનમ કપૂર માતા બની ન હતી અને તે તેના બેબી બંપ સાથે શોમાં આવી હતી. શોમાં આવતા અર્જુન કપૂરે બહેન સોનમ કપૂરને હાથ આપ્યો અને તેને સોફા પર બેસાડી. સોનમે તે દરમિયાન તેની પ્રેગ્નંસીનો આનંદ માણી રહી હતી. આ શોમાં કરણ જોહરે અર્જુન કપૂરને મલાઈકા વિશે કેટલાક સવાલો પૂછ્યા હતા, જેના જવાબો અર્જુને ખુલીને આપ્યા હતા. તેણે કહ્યુ હતુ કે અત્યારે તેનું લગ્ન માટે કોઈ પ્લાનિંગ નથી.

જ્યારે તમે મલાઇકા સાથે સંબંધમાં ઓફિશિયલી આવ્યા તો સોનમ શું તમે એ મહેસૂસ કર્યુ કે અર્જુનને સપોર્ટ કરવો જોઇએ, કારણ કે આ સંબંધ થોડો અસહજ છે. અર્જુનના જીવનમાં આ સંબંધ અચાનકથી આવ્યો અને તેને લઇને તે ઘણો ખુશ પણ છે તો તેના રિલેશનશિપને સપોર્ટ કરવી સાચી વાત છે. જો તે આ સંબંધથી ખુશ છે તો તેને ખુશ રહેવા દેવો જોઇએ. અર્જુન કપૂરને જ્યારે મલાઇકા સાથે રિલેશનશિપને લઇને સવાલ કરવામાં આવ્યો કે શું તમે મલાઈકાના તમામ સંબંધોનું સન્માન કરો છો?

આના પર અર્જુને કહ્યું, ‘પહેલા જ્યારે તમે અચાનક કોઈને કહો કે આવું કંઈક થયું છે તો તે પૂછવા લાગે છે કે તમારો મતલબ શું છે ? પરંતુ જ્યારે તેઓ ધીમે ધીમે વસ્તુઓ સમજવા લાગે છે, ત્યારે તેઓ તમને પ્રેમ કરવા લાગે છે. જો અંતે તમારો પ્રેમ એકદમ સાચો છે તો બધું સારું છે. મલાઈકા સાથે સંબંધ બાંધવો એ મારી પસંદગી હતી પરંતુ મને આશા નહોતી કે મારી આસપાસના લોકો આ સંબંધને સરળતાથી સ્વીકારશે.

આ સંબંધને આગળ વધારવા માટે સમય આપવો જરૂરી છે અને સંબંધને તે દરજ્જો આપવો પડે. તમારે સમજવું પડશે કે તેનું પોતાનું જીવન છે, તેને એક બાળક છે. હું તેના જીવન વિશે જાણું છું. કરણ જોહરે અર્જુનને લગ્નને લઈને પણ સવાલ પૂછ્યો હતો કે અત્યારે લગ્નનું કોઈ પ્લાનિંગ નથી? આ સવાલના જવાબમાં અર્જુને કહ્યું કે- ના, અત્યારે કોઈ પ્લાનિંગ નથી. લોકડાઉન અને કોવિડના બે વર્ષ પછી, હું મારી કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું.

હું જોવા માંગુ છું કે મારું જીવન ક્યાં જાય છે. હું એવી વ્યક્તિ નથી કે જે કંઈપણ છુપાવે. મારે થોડું સ્થિર થવું છે. સ્થિરનો અર્થ નાણાકીય રીતે નથી, પરંતુ હું આના પર ભાવનાત્મક રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. હું એવું કામ કરવા માંગુ છું જે મને ખુશ કરે. જો તે મને ખુશી આપશે તો હું મારા જીવનસાથીને ખુશ રાખી શકીશ અને જીવન ખુશીથી જીવી શકીશ. મને લાગે છે કે ઘણી ખુશીઓ મને મારા કામથી આવે છે.

ayurved

Not allowed