અંકલેશ્વર બ્રિજ ઉપરથી પ્રેમી પ્રેમિકાએ નર્મદામાં લગાવી મોતની છલાંગ, પ્રેમીને ડૂબતો જોઈને પ્રેમિકાએ….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પ્રેમ પ્રસંગોના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો ઘણીવાર પ્રેમી જોડા પણ એકના થઇ શકવાના કારણે આપઘાત કરવાનું વિચારી લેતા હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો અંકલેશ્વરથી સામે આવ્યો છે. જ્યાં એક પ્રેમી અને પ્રેમિકા મોતની છલાંગ લગાવવા નર્મદા નદીના બ્રિજ ઉપર પહોંચ્યા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર પાસે આવેલા કોસમડી ગામમાં રહેતા 24 વર્ષના યુવાન પુષ્પરાજ પ્રજાપતિ ને બે મહિના પહેલા મધ્યપ્રદેશની એક યુવતી સાથે પ્રેમ થઇ ગયો હતો, જેના બાદ યુવતી તેના પરિવારને છોડી પુષ્પરાજ સાથે કોસમડી ગામમાં રહેવા માટે આવી ગઈ હતી.  પરંતુ તે બંને વચ્ચે ગતરોજ કંઈક એવું બન્યું જેના કારણે તે નર્મદાના બ્રિજ ઉપર મોતની છલાંગ લગાવવા માટે પહોંચી ગયા.

ત્યારે આ બન્નેએ બ્રિજ ઉપરથી છલાંગ લગાવી, જેમાં પ્રેમી પાણીમાં  ગભરાઈ ગયેલી પ્રેમિકાએ જોર જોરથી બચાવવા માટે બૂમો પાડવા લાગી. આ યુવતીની બૂમો સાંભળીને ત્યાંથી પસાર થતા લોકો પણ ભેગા થઇ ગયા હતા. જેના બાદ ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ પોલીસને જાણ કરતા અંકલેશ્વર પોલીસ પણ ત્યાં પહોંચી હતી.

આ મામલે પોલીસે તપાસ હાથ ધરી અને યુવતી પાસેથી ઘટના અંગે માહિતી સાંભળી પોલીસ મથકે મોકલી આપી હતી. જેના બાદ આ મામલે સ્થાનિક પોલીસે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને બોલાવીનને આ યુવકને શોધવાની કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં પણ  ચકચારી મચી ગઈ હતી.

Not allowed