
ટિક ટોક સ્ટાર અંજલિ અરોરા છેલ્લા કેટલાક દિવસોથી તેના એક MMSને કારણે ચર્ચામાં છે. જ્યારથી તેનો MMS લીક થયો છે ત્યારથી તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ છે. એમએમએસથી હેડલાઇન્સ બનાવનાર અંજલિ ફરી એકવાર ચર્ચામાં આવી છે. શનિવારે અંજલિ પાયલ રોહતગી અને સંગ્રામ સિંહના રિસેપ્શનમાં પહોંચી હતી, જ્યાં તે ટ્રોલર્સના નિશાના પર આવી હતી. અંજલિ અરોરા MMSના મામલાને લઈને સોશિયલ મીડિયા પર ઘણી જ હેડલાઇન્સમાં છે.
જો કે, તેણે એવું પણ કહ્યુ છે કે, આ MMS નકલી છે અને તેને બદનામ કરવા લોકો સાજિશ કરી રહ્યા છે. લોકઅપ શોમાં અંજલિ અરોરા અને પાયલ રોહતગી સાથે જોવા મળ્યા હતા. પાયલ અને સંગ્રામના લગ્ન થોડા સમય પહેલા નજીકના લોકોની હાજરીમાં થયા હતા. આવી સ્થિતિમાં તેણે મુંબઈમાં તેના મિત્રો માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું. અંજલિ આ દરમિયાન બ્લેક અને ઓફ વ્હાઇટ કલરના લહેંગામાં પહોંચી હતી.
અંજલિએ આ લુકમાં પેપરાજીની સામે પોઝ પણ આપ્યા હતા અને આ દરમિયાનનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં લોકોએ તેને નકલી MMS માટે ટ્રોલ કરવાનું શરૂ કર્યું. એક યુઝરે વિડિયો પર કોમેન્ટ કરી, ‘MMS લીક થયા પછી તે પાછી આવી’, જ્યારે બીજાએ લખ્યું, ‘પાર્ટ 2 ક્યારે આવી રહ્યો છે’. અન્ય એકે લખ્યું, આ લોકોએ તેને સ્ટાર બનાવી. આ સિવાય ઘણા યુઝર્સે અંજલિ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરી છે. ત્યાં અંજલિના ચાહકો તેના વખાણ કરી રહ્યા છે અને તેને આ રીતે આગળ વધવાની સલાહ આપી રહ્યા છે.
અંજલિને પાયલ રોહતગી-સંગ્રામ સિંહની પાર્ટીમાં સાડી પહેરેલી જોઇને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. અંજલિ અરોરા પાર્ટીમાં જે સાડી પહેરીને આવી હતી તેનો બ્લાઉઝ આગળથી ડીપનેક સ્ટાઇલમાં હતો અને આ દરમિયાન તે બોલ્ડ પણ લાગી રહી હતી. તેની ક્યુટનેસ તો જોતા જ બની રહી હતી. જો કે, કાચા બદામ ગર્લના કપડાં જોયા બાદ યુઝર્સે તેને જાહ્નવી કપૂરની કોપી કેટ પણ કહી. જણાવી દઇએ કે, અંજલિ અરોરાનો એમએમએસ ગત દિવસે વાયરલ થયો હતો,
જેના વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમાં અંજલિ અરોરા છે. પરંતુ અંજલિએ સ્પષ્ટ કર્યું હતું કે તે આ વીડિયોમાં નથી. અંજલિએ કહ્યું હતું કે તેને બદનામ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે અને તેના પરિવારે સાયબર સેલમાં ફરિયાદ પણ કરી છે.
View this post on Instagram