અંબાણી પરિવાર ભગવાન પાસે અનંત અંબાણી જલ્દી સાજો થાય તેવી પ્રાર્થના કરી રહ્યો છે, વાત જાણી ને તમે પણ ચોકી જશે

દુનિયાના ધનિક વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણી અવાર-નવાર સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલા રહે છે. મુકેશ અંબાણીના બાળકો પણ હંમેશા કોઈને કોઈ કારણને લીધે ચર્ચામાં બનેલા રહે છે. એવામાં હાલમાં જ સમાચાર આવ્યા છે કે મુકેશજીનો નાનો દીકરો અનંત અંબાણી કોરોના પોઝિટિવ થઇ ગયો હતો જેના બાદ તેને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો.

 

માનવામાં આવી રહ્યું છે કે મુકેશજીના ઘરે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું, જેની ભવ્ય ઉજવણી પણ કરવામાં આવી હતી. મુકેશજીના ઘરે ગણેશજીના દર્શન કરવા માટે મોટા મોટા નેતાઓ, નામચીન હસ્તીઓ અને બોલીવુડના ઘણા કલાકારોએ હાજરી આપી હતી.એવામાં માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન જ સંપર્કમાં આવતા અનંત કોરોના પોઝિટિવ થઇ ગયો હતો અને સારવાર માટે HN રિલાયન્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો હતો.

 

મુકેશજીના ઘરે ગણેશજીના સમારોહમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર કડણવીસ પણ પહોંચ્યા હતા. આ સિવાય રણવીસ સિંહ પણ પત્ની દીપિકા પાદુકોણ સાથે પહોંચ્યો હતો. જો કે અમુક અહેવાલોના આધારે એવુ જાણવા મળ્યું છે કે અંનતને કામનું ડિપ્રેશન હોવાથી તેની તબિયત લથડી ગઈ હતી જેને લીધે તેની સારવાર ચાલી રહી છે.

 

અમુક દિવસો પહેલા જ મુકેશજીએ અનંતને ન્યુ એનર્જી બિઝનેસની કમાન સોંપી છે. આ બિઝનેસમાં અંનતને પણ ખુબ જ દીલચસ્પી છે. આ સિવાય મુકેશજીએ આકાશને રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ અને ઈશા અંબાણીને રિલાયન્સ રિટેલ કારોબાર સોંપ્યો છે. એવામાં હાલ અનંતની તબિયત સ્થિર થઇ ચુકી છે અને પરિવાર પણ તેના જલ્દી જ સજા થવાની કામના કરી રહ્યું છે.

urupatel.fb

Not allowed