‘કહો ના પ્યાર હૈ’ અને ‘ગદર’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર અભિનેત્રી અમીષા પટેલ આ દિવસોમાં પોતાના અફેરને લઈને ચર્ચામાં છે. થોડા સમય પહેલા તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વાસ્તવમાં, અમીષા વિડિયોમાં અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના એક ગીત પર પાકિસ્તાનના પ્રખ્યાત અભિનેતા ઇમરાન અબ્બાસ સાથે રોમાંસ કરતી જોવા મળી હતી. આ વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ પછી દરેક જગ્યાએ અમીષા અને ઈમરાનના અફેરના સમાચાર આવવા લાગ્યા હતા.
લોકોને લાગ્યું કે 46 વર્ષની અમીષા પાકિસ્તાનના 39 વર્ષના ઈમરાનને ડેટ કરી રહી છે. હવે અમીષાએ પોતે આ અંગે મૌન તોડ્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીએ કહ્યું કે આ અફવાઓ પાયાવિહોણી છે અને બંને માત્ર સારા મિત્રો છે. હિંદુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં અમીષા પટેલે કહ્યું કે મેં વાંચ્યું અને મને ખૂબ હસવું આવ્યું.આ વસ્તુઓ માત્ર ગાંડપણ અને મૂર્ખતાથી ભરેલી છે. હું મારા મિત્રને આટલા વર્ષો પછી મળી રહી હતી તેથી તે માત્ર એક કેચ-અપ હતું.
અભિનેત્રીએ કહ્યું કે તે અને ઈમરાન અમેરિકામાં ભણ્યા ત્યારથી એકબીજાને ઓળખે છે. તેણીએ ભારપૂર્વક કહ્યું, “હું પાકિસ્તાનમાં મારા મોટાભાગના મિત્રોના સંપર્કમાં રહી છું જેઓ માત્ર ભારતને પ્રેમ કરે છે. અબ્બાસ ત્યાંની ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધ ધરાવે છે અને અમારી પાસે વાત કરવા માટે ઘણુ બધુ છે.” અભિનેત્રીએ વીડિયો વિશે વાત કરતા કહ્યું, “અમે એક ઈવેન્ટમાં મળ્યા હતા. તેને મારા ગીતો ગમે છે. આ તેનું પ્રિય છે અને તે એક મિત્ર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તે ખૂબ સુંદર હતુ અને
તેથી જ અમે તેને પોસ્ટ કર્યું. કોઈ પ્લાનિંગ નહોતું.” વીડિયોમાં અમીષા પટેલ અને અબ્બાસ 2002ની ફિલ્મ ક્રાંતિના અભિનેત્રીના ગીત દિલ મેં દર્દ સા જગ હૈ પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. બંને બહેરીનમાં એક ઈવેન્ટમાં મળ્યા હતા અને વીડિયો રેકોર્ડ કર્યો હતો. અભિનેત્રીએ રેકોર્ડ કર્યું. બાદમાં તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો. વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અમીષા ગદર 2માં સની દેઓલ અને ઉત્કર્ષ શર્મા સાથે જોવા મળશે.
View this post on Instagram