
અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતો હોય છે અને તેમાં પણ મુકેશ અંબાણી અને તેના પરિવારના સદસ્યો હંમેશા લાઇમ લાઇટમાં પણ છવાયેલા રહેતા હોવા મળે છે. પરંતુ અંબાણી પરિવારનો બીજો એક ભાગ મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી પણ છે અને તેમના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતો પણ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બનતી હોય છે.
હાલ અનિલ અંબાણીના ઘરે ખુશિઓનો પ્રસંગ ચાલી રહ્યો છે. અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણીના લગ્નની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોમાં લગ્ન પહેલાની સજાવટ અને પરિવારની ખુશી જોવા મળી રહી છે.
અનમોલ અંબાણી તેની મમંગેતર કૃશા શાહ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. તેમના લગ્નના રિવાજો પણ ધામધૂમથી શરૂ થઇ ગયા છે. તેમાં પ્રિ-વેડિંગની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. તસ્વીરોમાં અનમોલ અને કૃશાને ટીના અંબાણી સાથે પોઝ આપતા જોઈ શકાય છે.
આ તસ્વીરોમાં આ કપલ ખુબ જ સુંદર પણ લાગી રહ્યું છે. ટીના અંબાણીની ભત્રીજી અંતરા મોટવાણીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર અનમોલ અને કૃશાની કેટલીક પ્રિ-વીડિન્ગ તસવીરો શેર કરી છે અને આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે અંબાણી પરિવારના સભ્યો આ લગ્નનો આનંદ ઉઠાવી રહ્યા છે.
કથિત રીતે અનમોલ અને કૃશાએ ડિસેમ્બર 2021માં સગાઈ કરી હતી અને હાલમાં જ તેમના લગ્નનના ફંક્શનની તસવીરો પણ સામે આવી છે. 3 ડિસેમ્બર 2021ના રોજ ટીના અંબાણીએ તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની થવા વાળી વહુ કૃશા શાહ સાથેની પહેલી તસવીર પોસ્ટ કરી હતી. આ ઉપરાંત અનમોલ અને કૃશાની હાથમાં વીંટી પહેરેલી તસવીરો પણ સામે આવી હતી.
View this post on Instagram