
ગુજરાતમાં આવેલા માવઠા બાદ હવે આ આફતનો પણ સામનો કરવા તૈયાર રહેવું પડશે, જુઓ અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી…
ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી અચાનક વાતાવરણમાં પલટો આવી જાય છે અને ઉનાળામાં પણ માવઠું થતું જોવા મળે છે. તો સાથે જ માવઠાના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જાય છે. જેના કારણે લોકો બીમારીઓની ચપેટમાં પણ આવી રહ્યા છે. ત્યારે અગાઉ ગુજરાતના હવામાન વિદ અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી પણ કરી હતી જે હાલ જાણે સાચી સાબિત થતી હોય તેમ જોવા મળી રહ્યું છે.
કમોસમી વરસાદના કારણે ખેડૂતો પણ મૂંઝવણમાં છે. ત્યારે ગુજરાતના હવામાન વિદ અંબાલાલ પટેલ દ્વારા આગાઉ કરવામાં આવેલી આગાહીઓ પણ સાચી થતી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે હાલ અંબાલાલ પટેલે એવી આગાહીઓ કરી છે જેના કારણે ગુજરાતી પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે અને ખેડૂતો પણ ચિંતાતુર બન્યા છે.
અંબાલાલ પટેલ દ્વારા આગામી સમયમાં વરસાદને લઈને આગાહી કરતા જણાવવામાં આવ્યું છે કે 23થી 25 માર્ચ સુધી માવઠું વિરામ લેશે. જેના બાદ માર્ચના અંતમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે અને રાજ્યમાં ફરીથી વાતાવરણમાં પલટો આવી શકે છે. તેમને એમ પણ જણાવ્યું કે 2 એપ્રિલથી લઈને 8 એપ્રિલ સુધી માવઠાની અસર રહી શકે છે.
અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં વધુ જણાવ્યું કે આખાત્રીજના દિવસે વાતાવરણમાં પલટો આવી શકે છે. સાથે જ 8મી મેના રોજ આંધી અને વંટોળનો પ્રકોપ વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વંટોળના કારણે બાગાયતી પાકોને ઓપન નુકશાન થવાની પણ ભીતિ વ્યક્ત કરી છે. આ પહેલા પણ વાતાવરણના આ પલટાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થવાની આગાહી પણ વ્યક્ત કરી હતી.
તો આ ઉપરાંત તેમને લોકોને સ્વાસ્થ્ય માટે પણ સાવચેત રહેવાની સલાહ પણ આપી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે વાતાવરણમાં પલટો થવાના કારણે 20 એપ્રિલ સુધી સ્વાસ્થ્ય માટે કાળજી રાખવી જરૂરી છે. તેમને જણાવ્યું કે વસંતમાં કફનો રોગો થવાની શક્યતા છે, આ ઉપરાંત ઋતુના સંધિકાળમાં ન્યુમોનિયા જેવા રોગો વધવાની પણ આશંકા છે.