
રણબીર કપૂર અને આલિયા ભટ્ટ છેલ્લા કેટલાક દિવસોથી તેમની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને લઇને ચર્ચામાં છે, તેઓ ઘણા દિવસોથી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત હતા, ત્યારે ગત રોજ બ્રહ્માસ્ત્રની સ્ક્રીનિંગ યોજાઇ હતી અને આ સમયે ફિલ્મની રિલીઝ પહેલા આલિયાએ મુંબઈમાં ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે સ્ટાઇલિશ લૂક કેરી કર્યો હતો. આલિયા ઓરેન્જ બોડીકોન ડ્રેસ પહેર્યો હતો અને એક રીપોર્ટ અનુસાર, આ ડ્રેસની ખાસ વાત એ હતી કે આ બોડીકોન ડ્રેસની કિંમત લગભગ 4 હજાર રૂપિયા જેટલી જ હતી.
જણાવી દઈએ કે આલિયાએ જે ડ્રેસ પહેર્યો હતો તે થાઈલેન્ડ સ્થિત ક્વિનનો હતો. આ ડ્રેસની કિંમત 3,820 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ફિલ્મની સાથે સાથે તેમના પ્રથમ સંતાનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આલિયાના બેબી બમ્પ સાથેની ફિલ્મનું પ્રમોશન બધાને આકર્ષી રહ્યું છે. આલિયા પણ બેબી બમ્પ સાથે આવા ડ્રેસ કેરી કરી રહી છે, જે તેના લુકને વધુ સુંદર બનાવી રહી છે.
આલિયા પેપરાજી સાથે પણ ખૂબ જ આરામથી પોઝ આપી રહી છે. સ્પેશિયલ સ્ક્રિનિંગ દરમિયાન પણ આલિયા લાંબા સમય સુધી રહી અને ફોટોગ્રાફર્સને અલગ-અલગ પોઝ આપ્યા. તેણે ઓરેન્જ બોડીકોન ડ્રેસ સાથે મેચિંગ હીલ્સ પહેરી હતી. આલિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના કેટલાક ફોટા પણ શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પ્રેગ્નન્સીમાં પણ કોઈ આટલું હોટ કેવી રીતે દેખાઈ શકે છે… તે આલિયા ભટ્ટની તસવીરો પરથી ચાહકો કહી રહ્યા છે. અભિનેત્રી ગર્ભાવસ્થા દરમિયાન ઘણું કામ પણ કરી રહી છે.
પરંતુ આ દરમિયાન આલિયા સ્ટાઈલિશ ઓરેન્જ ડ્રેસમાં થોડી અનકમ્ફર્ટેબલ લાગી રહી હતી.આલિયાએ જે શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, તેમાં આગળથી કટ હતો અને આ દરમિયાન તે તેના ડ્રેસમે સરખો કરતી પણ જોવા મળી હતી. આ દરમિયાનના રણબીર કપૂરના લુકની વાત કરીએ તો, તે બ્લેક વેલ્વેટ કોટ સાથે બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રણબીર અને આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્ર સિનેમાઘરોમાં રીલિઝ થઇ ચૂકી છે
અને ચાહકો દ્વારા આ ફિલ્મને ઘણો પ્રેમ પણ આપવામાં આવી રહ્યો છે. આ ફિલ્મ આલિયા અને રણબીર માટે ઘણી ખાસ છે અને આ ફિલ્મમાં તેઓ પહેલીવાર એકસાથે સ્ક્રીન શેર કરવા જઇ રહ્યા છે. આ ફિલ્મથી જ બંને વચ્ચે પ્રેમ ખીલ્યો હતો અને તેમણે આ વર્ષે 14 એપ્રિલના રોજ લગ્ન પણ કર્યા. હવે તેઓ લગ્ન બાદ તેમના પહેલા સંતાનનું આ દુનિયામાં સ્વાગત કરવા જઇ રહ્યા છે.
View this post on Instagram