કિંજલના ભાઈ આકાશ સાથે જેની સગાઈ થઇ હતી તેની સાથેની તસવીરો આવી સામે, જુઓ વાયરલ તસવીરો

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવે હાલ તેની સગાઈ તુટવાને લઈને સતત ચર્ચામાં છે. તેની સગાઈ તૂટવા પાછળનું કારણે તેના ભાઈ આકાશ દવે સાથે જે છોકરીની સગાઈ થઇ હતી તેને અન્ય કોઈ યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું સામે આવી રહ્યું છે. કારણે કે કિંજલ અને પવનની સગાઈ સાટા પદ્ધતિ દ્વારા કરવામાં આવી હતી. જેમાં પવન બહેન સાથે જ કિંજલના ભાઈનું પણ સગપણ થયું હતું.

કિંજલ અને પવન જોશીની સગાઈને થોડા જ સમયમાં પાંચ વર્ષનો સમય પણ પૂર્ણ થવાનો હતો. આ બંને પોતાની સગાઈની દરેક વર્ષ ગાંઠ પણ ખુબ જ ધામધૂમથી ઉજવતા હતા. આ ઉપરાંત બંનેના જન્મ દિવસ પર પણ તેઓ ખાસ ઉજવણી કરતા હતા.  કિંજલ અને પવન બાળપણના મિત્રો હતા જેના કારણે તેમની વચ્ચે ખુબ જ ખાસ બોન્ડીગ પણ હતું.

સગાઈ દરમિયાન કિંજલ અને પવનની સાથે કિંજલનો ભાઈ આકાશ અને બહેન પણ જતા હતા. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં પવન જોશીની બહેન અને આકાશની સાથે તસવીરો પણ વાયરલ થઇ રહી છે.  કિંજલ દવે અને પવન જોશીએ પોત પોતાના સોશિયલ મીડિયામાંથી એકબીજા સાથેની તમામ તસવીરો પણ ડીલીટ કરી નાખી છે.

પરંતુ ઈન્ટરેન્ટ પર તેમની ઘણી તસવીરો જોવા મળે છે. આ ઉપરાંત પવનની બહેન જાગૃતિ અને કિંજલના ભાઈ આકાશની પણ ઘણી તસવીરો સામે આવી છે. થોડા સમય પહેલા જ આ ચારેય ઉદેપુરમાં પણ સાથે હતા તે દરમિયાન પણ તેમને પોત પોતાના સોશિયલ મીડિયામાં ઘણી બધી તસવીરો શેર કરી હતી. જેમાં જાગૃતિ અને આકાશ પણ જોવા મળતા હતા.

જાગૃતિ અને આકાશ એકબીજાના જન્મ દિવસ પર પણ સાથે રહેતા હતા. જાગૃતિના જન્મ દિવસે આકાશે તેને પોતાના હાથે કેક ખવડાવી હતી. આ ઉપરાંત જાગૃતિનું કિંજલ દવે સાથે પણ ખુબ જ સારું બોન્ડિંગ જોવા મળતું હતું.  ત્યારે જાગૃતિના એક નિર્ણયના કારણે બંને પરિવારની ખુશીઓ જાણે કે અચાનક છીનવાઈ ગઈ. કિંજલ અને પવનની સગાઈ તૂટવાનો આઘાત ચાહકોને પણ લાગ્યો હતો.

Team Akhand Ayurved

Not allowed