આજના ધનિક યુવાઓને હાઈ પ્રોફાઈલ મહિલાઓ સાથે સુખ માણવાની જાણે કે આદત પડી ચુકી છે. એવામાં હાલમાં જ હાઈપ્રોફાઈલ યુવતી સાથે njoy બનાવવાની લાલચ આપીને અલગ અલગ ચાર્જ રૂપે રૂપિયા પડાવી લેનારી ગેંગની ધરપકડ અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે. મળેલી જાણકારીના આધારે આરોપીઓ ગ્રાહકને ફસાવવા માટે આવી યુવતીઓ સાથે વાતચીત કરાવવા માટે અલગ અલગ સ્થળોએ કોલ સેન્ટર ચલાવતા હતા. એવામાં સાઇબર ક્રાઈમે એક મહિલા સહિત 7 અન્ય આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
જણાવી દઈએ કે આ ગેંગ હાઈપ્રોફાઈલ મહિલાઓ સાથે લાલચ આપીને પૈસા પડાવવાનું કામ કરતી હતી.જેમાં અમદાવાદ સાયબર ક્રાઇમે 7 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ હાઇપ્રોફાઈલ યુવતીઓ સાથે વાતચીત કરાવી હોટલ તથા બીજા ચાર્જ પેટે રૂપિયા પડાવી લેતા હતા.એવામાં પોલીસને આ ગેંગનો માસ્ટર માઈન્ડ કમલ વાઘવાણી હોવાનું જાણવામાં આવ્યું છે, જે બાપુનગર હીરાવાડી ખાતે આવેલ સહજાનંદ એવન્યુમા કોલ સેન્ટર ચલાવતો હતો.
આ ગેંગમાં કેટલાકવ્યક્તિઓને માત્ર નોકરી પર રાખેલા હતા જે આ કોલ સેન્ટર ચલાવતા હતા. જેઓ અલગ અલગ વેબસાઈટ પર પોતાનો મોબાઇલ ફોન રજીસ્ટર કરાવતા હતા અને જે ગ્રાહક આ નંબર પર કોલ કરે ત્યારે તેની સાથે ફ્રેન્ડશીપ કરી મીઠી મીઠી વાતો કરીને હાઇ પ્રોફાઈલ યુવતી સાથે બનાવવાની લાલચ આપીને હોટલ તેમજ અન્ય ચાર્જ રૂપે ગૂગલ પે અથવા ફોન પે મારફતે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. એવામાં આ ગેંગમાં એક મહિલા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જે ડમી યુવતી બનીને ગ્રાહકો સાથે વાતચીત કરતી હતી. એવામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરીને 17 મોબાઈલ, અલગ અલગ કંપનીના સીમ કાર્ડ સહિતનો અન્ય આપત્તીજનક માલ જપ્ત કર્યો છે.
બીજી ખાસ વાત એ પણ છે કે આ કોલસેન્ટરમાં કામ કરતા વ્યક્તિઓનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે અને રાજ્યભરના અનેક લોકો પાસેથી આવી રીતે અનેક વાર પૈસા પડાવી ચુક્યા છે. જ્યારે મુખ્ય આરોપી કમલ વાઘવાણી નામનો વ્યક્તિ પણ પહેલા ગાંધીનગરમાં એવું જ કોલ સેન્ટર ચલાવાતા ઝડપી લેવામાં આવ્યો હતો. અત્યારે હાલ તો પોલીસે તમામ આરોપીઓના મોબાઇલ અને અન્ય સાધન સામગ્રી કબજે કરીને મળેલા ડેટાની આગળની તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ આ ગેંગનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની જાંચ કરી રહી છે.