અમદાવાદમાં ટ્યુશન ક્લાસીસમાં મોટિવેશનલ સ્પીકર બનીને વિધાર્થીનીને ફસાવી પ્રેમજાળમાં, 2 વર્ષ સુધી માણ્યું સુખ અને પછી…

સોશિયલ મીડિયામાં અને સમાચારમાં મહિલાઓ અને યુવતી સાથે દુષ્કર્મ થવાની ઘણી બધી ઘટનાઓ સામે આવતી રહે છે. તો ઘણી એવી ઘટનાઓ પણ સામે આવે છે, જેમાં સંબંધો શર્મસાર થતા હોય છે. ઘણા કિસ્સાઓમાં ગુરુનું સ્થાન ધરાવનારા શિક્ષકો પણ પોતાની વિધાર્થીઓ ઉપર ખરાબ નજર નાખી અને તેમની સાથે દુષ્કર્મ આચરતા હોય છે. હાલ એવી જ એક ઘટના અમદાવાદમાંથી સામે આવી છે. જ્યાં થલતેજ વિસ્તારમાં આવેલા એલન નામના ખાનગી ખાનગી ટ્યુશન કલાસ ચલાવી રહેલા લંપટ શિક્ષક મયંક દીક્ષિતે વર્ષ 2016થી લઈને વર્ષ 2018 દરમિયાન તેના જ ક્લાસીસમાં આવતી એક વિધાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને જયારે યુવતીના લગ્ન બીજે નક્કી થઇ ગયા ત્યારે તેનો વીડિયો વાયરલ કરીને તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો હતો.

આખરે યુવતીનથી સહન ના થતા તેને પોતાના પરિવારને પણ આ વાત જણાવી હતી અને છેવટે આ બ્લેકમેઈલિંગથી કંટાળીને આરોપી શિક્ષક વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેના બાદ લંપટ શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી. આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર વર્ષ 2016 દરમિયાન થલતેજમાં આવેલા એલન ક્લાસની અંદર ભણાવતા મયંક દીક્ષિત નામના શિક્ષકને ત્યાં 16 વર્ષની એક સગીરા ટ્યુશન માટે આવી હતી, જેને જોઈને શિક્ષકની દાંત તેના ઉપર બગાડી હતી. જેના બાદ વર્ષ 2018 સુધી શિક્ષક તેની સાથે દુષ્કર્મ આચરતો રહ્યો અને જયારે યુવતીના લગ્ન નક્કી થયા ત્યારે તેને બ્લેકમેઇલ કરવા લાગ્યો.

મયંક દીક્ષિત  એલન ઇન્સ્ટિટયૂટમાં મોટીવેશનલ સ્પીકર અને વિજ્ઞાનનો શિક્ષક હતો. તેને તેના ઇન્સ્ટીટયુટમાં આવતી વિદ્યાર્થીનીને તેની કાલ્પનિક વાતોમાં ભેળવીને સંબંધ બાંધ્યા હતા. એકવાર વિદ્યાર્થીની સાથે સંબંધ બંધાઈ ગયા બાદ આરોપી મયંક દીક્ષિતે 3 વર્ષ સુધી ભોગ બનનાર વિદ્યાર્થીની પર અલગ અલગ જગ્યાએ લઈ જઈને દબાણ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

Team Akhand Ayurved

Not allowed