બીજા ધર્મના યુવક સાથે લગ્ન કરવા અમદાવાદની યુવતિને પડ્યા ભારે, લગ્ન પછી પતિની સામે આવી એવી હકિકત કે ક્યારેય સપનામાં પણ નહિ વિચારી હોય

અમદાવાદમાં બીજા યુવક સાથે નિકાહ કરવાની પરિણીતાને મળી આ ખતરનાક સજા, માં-બાપની સરેઆમ આબરૂ કાઢતી દીકરીઓ આ કિસ્સો જરૂર વાંચજો

ગુજરાતમાંથી ઘણીવાર એવા એવા લગ્નજીવનના કિસ્સા સામે આવે છે કે લોકોનો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી જાય છે. ઘણીવાર પ્રેમ લગ્ન કર્યા હોવા છત્તાં પણ પતિ અથવા પત્નીના અવૈદ્ય સંબંધોનો ખુલાસો થતો હોય છે, અથવા પતિ લગ્ન પછી પણ કાયદેસર છૂટાછેડા ન થયા હોવા છત્તાં બીજા લગ્ન કરી લેતો હોય છે. હાલમાં આવો જ કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અમદાવાદમાં રહેતી એક પરણિતાએ પતિ, સાસુ અને સસરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે કહ્યુ છે કે, તેણે લગ્ન બાદ બે બાળકોને જન્મ આપ્યો અને થોડા સમય પછી તેને જાણવા મળ્યું કે તેના પતિને અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધ છે. યુવતિ પર તેનો પતિ ત્રાસ ગુજારતો અને માર પણ મારતો.

એટલું જ નહીં યુવતિને જાણવા મળ્યુ કે, અન્ય યુવતી સાથે તેના પતિને સંબંધ છે અને તેણે બીજા લગ્ન પણ કરી લીધા છે ત્યારે તો તેના પગ નીચેથી જમીન જ સરકી ગઇ હતી. કાયદેસરના છૂટાછેડા આપ્યા વગર તેના પતિએ બીજી યુવતી સાથે લગ્ન કર્યા. ફરિયાદી યુવતીએ આ યુવક સાથે લગ્ન કરવા માટે પોતાનું નામ સુદ્ધા પણ બદલી નાખ્યુ હતું. ફરિયાદને આધારે પોલિસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ફરિયાદી 26 વર્ષીય યુવતી તેના બે સંતાન સાથે લગભગ પંદર દિવસથી તેની માતા અને ભાઈ સાથે રહે છે. વર્ષ 2016માં જુહાપુરાના એક યુવક સાથે તેને પ્રેમ સંબંધ હતો અને તેણે તેની સાથે નામ બદલી નિકાહ કર્યા હતા.

લગ્ન બાદ તે તેના પતિ તથા સાસુ-સસરા સાથે રહેવા ગઈ હતી. આ લગ્ન જીવનથી તેને એક દીકરી અને દીકરો થયો હતો. લગ્નના અઢી વર્ષ બાદ પતિ તેને ફોન પર વાત કરવાની બાબતોમાં ઝઘડા કરતો અને તેના પર ખોટી શંકા રાખી માર મારતો. તેણે પ્રેમ લગ્ન કર્યા હોવાને કારણે માતા પણ તેના પિતાથી છુટાછેડા લઈ તેના ભાઈ સાથે રહેતી હતી અને તેના કારણે આ યુવતી પાસે કોઇ સહારો ન હોવાથી તેના પતિનો ત્રાસ પણ સહન કરતી હતી. જો કે, અવારનવાર તેના સાસુ સસરાને આ બાબતે ફરિયાદ કરે તો તું ઘરનું કામ નહીં કરે તો તને છૂટાછેડા આપી દેશે તેમ કહી તે લોકો પણ ત્રાસ આપતા હતા. જો કે, તેને લગ્ન બાદ જાણવા મળ્યુ કે,

તેના પતિને તેની સાથે લગ્નજીવન હોવા છતાં નજીકમાં રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ છે. તો આ વાત યુવતિએ તેના સાસુ અને સસરાને જણાવી, તો ઉલટાનું તે લોકોએ દીકરાનો પક્ષ લીધો અને કહ્યુ કે, જો તું અમારા દીકરાને કઈ કહીશ અને તે કાંઈ કરશે તો તેની જવાબદાર તું થઈશ. યુવતીએ લગ્નજીવન સિવાય પ્રેમ સંબંધ નહીં રાખવા તેના પતિને કહેતા તેના પતિએ માર મારી માનસિક ત્રાસ આપ્યો હતો. ત્યારે કેટલાક દિવસ પહેલા જ યુવતીના પતિએ કોઈ કારણ વિના મારે તને રાખવી નથી, હું બીજા લગ્ન કરી લઈશ તેમ કહી મારઝુડ કરી અને ત્રણ વાર તલાક બોલી કાઢી મૂકી. જે બાદ યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી.

ayurved

Not allowed