
સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીએ ફિલ્મ તડપથી બોલિવૂડમાં એન્ટ્રી કરી લીધી છે. ફિલ્મમાં તેણે તારા સુતરિયા સાથે ઘણા હોટ સીન્સ પણ આપ્યા છે. પરંતુ આનાથી પણ વધારે તેની ચર્ચા એક ખાસ કારણને લઇને થાય છે. અહાન શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સોશિયલ મીડિયા પર એક છોકરી પર ઘણો પ્રેમ વરસાવે છે. હવે તમે વિચારતા હશો કે આખરે આ છોકરી કોણ છે, તો જણાવી દઇએ કે, તેનું નામ તાનિયા શ્રોફ છે. જે હોટનેસના મામલે બોલિવૂડની તમામ અભિનેત્રીઓને પાછળ છોડી દે છે.
View this post on Instagram
અહાન શેટ્ટી એક એવો સ્ટાર કિડ છે, જે તેના જીવનની વસ્તુઓ વિશે ખૂબ જ અભિવ્યક્ત છે અને વસ્તુઓ છુપાવવાને બદલે તે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ શેર કરે છે. તે સોશિયલ મીડિયા પર તેની લવ લાઈફ વિશે પોસ્ટ કરતા રહે છે. અહાન શેટ્ટી આ દિવસોમાં તેની બાળપણની મિત્ર તાનિયા શ્રોફને ડેટ કરી રહ્યો છે. ‘તડપ’ રિલીઝ થયા બાદ હવે પહેલીવાર તાનિયાએ બિકીમાં તસવીરો શેર કરીને હેડલાઈન્સ બનાવી છે.
View this post on Instagram
આ લેટેસ્ટ તસવીરોમાં તે દરિયા કિનારે ખૂબ જ બોલ્ડ સ્ટાઈલમાં ઉભીરહી પોઝ આપી રહી છે. આ તસવીરો જોઇ ચાહકો માની રહ્યા છે કે અહાન અને તાનિયા બંને વેકેશન પર છે. તે કોમેન્ટમાં ફોટોગ્રાફરનું નામ પૂછી રહ્યા છે. અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ ફેશન પ્રભાવક અને ડિઝાઇનર છે. તે તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તાનિયા શ્રોફ અને અહાન શેટ્ટી બાળપણથી એકબીજાને ઓળખે છે અને બંને એક જ શાળામાં ભણ્યા પણ છે.
View this post on Instagram
તાનિયા શ્રોફ શેટ્ટી પરિવારની ખૂબ નજીક છે. આપને જણાવી દઈએ કે, તાનિયા શ્રોફ ઉદ્યોગપતિ જયદેવ શ્રોફ અને રોમિલા શ્રોફની પુત્રી છે. વર્ષ 2015માં અહાન સાથે રિલેશનશિપમાં હોવાના સમાચાર આવ્યા હતા. તાજેતરમાં, તે ‘તડપ’ની સ્ક્રીનિંગમાં સુનીલ શેટ્ટી, માના શેટ્ટી, આથિયા શેટ્ટી, કેએલ રાહુલ અને અહાન સાથે ફેમિલી ફોટોમાં જોવા મળી હતી.
View this post on Instagram
અહાન શેટ્ટી અને તાનિયા શ્રોફ બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા રહે છે. બંનેએ તેમના કપલ ફોટો પણ શેર કર્યા છે, જેમાં તમે બંનેની લવ-ડવી પળો જોઈ શકો છો.અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ તાનિયા શ્રોફ તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે. તે ખૂબ જ સ્ટાઇલિશ આઉટફિટમાં તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાનિયા અહાનની મોટી બહેન અથિયા શેટ્ટી સાથે પણ ગાઢ સંબંધ ધરાવે છે.
View this post on Instagram
અહાન શેટ્ટી અને તાનિયા શ્રોફ ઘણો સમય સાથે વિતાવે છે. બંને સાથે વેકેશન પર પણ જાય છે. મસૂરી વેકેશનના બંનેની તસવીરો પણ વાયરલ થઈ હતી, જેમાં એક તસવીરમાં અહાન અને તાનિયા જલેબી ખાતા જોવા મળ્યા હતા. આ સિવાય બંનેના વેકેશનના ઘણા ફોટા સામે આવતા રહે છે. તાનિયા વિદેશમાં અભ્યાસ કરતી હતી, જેના કારણે તાનિયા અને અહાન લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હતા.
View this post on Instagram