શું 40 ની ઉંમર પછી પણ તમારે એકદમ સ્લિમ ટ્રિમ રહેવું છે? તો આજે જ જાણી લો આ 10 સહેલા ઉપાય….
જો તમે પણ 40 ની ઉંમર કરતા વધારે ઉંમરના છો, તો તમે જોયું હશે કે આ ઉંમરમાં વજન વધારવું ખુબ સહેલું છે પણ તેને ઘટાડવું એટલું જ મુશ્કિલ કામ છે.તમારી જીવનશૈલી,ખાવા-પીવાની આદતો, અને હોર્મોન્સમાં પરિવર્તન તમારા શરીરમાં ફેટ જમા કરે છે જેને લીધે તમારું વજન વધવા લાગે છે.જેમ જેમ ઉંમર વધવા લાગે છે તેમ તેમ વજન વધવાનું પણ શરૂ થઇ જાય છે. 40 ની ઉમર પછી મેટાબોલિઝમ્સ ધીમું થઇ જાય છે જેને લીધે વજન જલ્દી વધવા લાગે છે.મહિલાઓમાં આ સમસ્યા વધારે જોવામાં આવે છે જેને લીધે મહિલાઓને કોઈને કોઈ બીમારી લાગી રહે છે.વધતી ઉંમરની સાથે હોર્મોનલ બદલાવને લીધે મહિલાઓને વધતા વજનને કંટ્રોલમાં કરવું ખુબ મુશ્કિલ બની જાય છે.
વજનને કંટ્રોલમાં રાખવા માટે મોટાભાગે લોકો સર્જરી કે અવનવી વજન ઘટાડવાની દવાનો ઉપયોગ કરતા હોય છે તેનાથી જો કે જલ્દી વજન તો ઓછો થઇ જાય છે પણ તેનાથી ઘણા સાઈડ ઇફેક્ટ પણ થતા જોવા મળે છે. માટે આજે અમે તમારા માટે અમુક એવા આસાન અને ઘરેલુ ઉપાયો લઈને આવ્યા છીએ જેનાથી તમને 40 ની ઉંમર પછી પણ તમારા વજનને કંટ્રોલ રાખવામાં ઘણી મદદ મળી રહેશે.
1.સવારનો નાશ્તો ક્યારેય ના છોડો: સવારનો નાશ્તો ક્યારેય પણ છોડવો ન જોઈએ.ફ્રૂટ્સ, ટોસ્ટ વગેરેને તમે તેમારા નાસ્તમાં ઉમેરી શકો છો.સવારનો નાશ્તો બપોરે વધુ ભૂખ લાગવાને અટકાવે છે જેથી તમને બપોરે ઓછું ભોજન લેવામાં પણ મદદરૂપ થાશે.અમુક કલાકે નાના નાના ફ્રૂટ્સ કે નાસ્તો લેવાથી આખો દિવસ ભૂખ કન્ટ્રોલમાં રહે છે.
2.મેનોપોઝ પછી વજન વધતું અટકાવો: મહિલાઓ મોટાભાગે મેનોપોઝ પછી વજન વધવાનો અનુભવ કરે છે અને 40 ની ઉંમર પછી મહિલાઓમાં મેંનોપોઝ આવી જાય છે. હોર્મોનલ બદલાવને લીધે પણ 40 ની ઉંમર પછી વજન વધવાનું શરૂ થઇ જાતું હોય છે. તમે તમારા રોજિંદા જીવનમાં અમુક બદલાવો લાવીને વજનને વધતો અટકાવી શકો છો. સ્વસ્થ ખાઓ અને વ્યાયામ કરતા રહો.રોજ હલકો એવો વ્યાયામ કરીને તમને વજન ઓછો કરવામાં મદદ મળી રહેશે તેની સાથે જ તમારી કેલેરી બર્ન થશે અને વધારાની ચરબી જમા થતી અટકશે.
3. નિયમિત વ્યાયામ કરો: 40 ની ઉંમર પછી નિયમિત વ્યાયામ કરવાથી તમારું મેટાબોલિઝમ્સ સ્વસ્થ રહે છે. મહિલાઓએ 40 ની ઉંમર પછી વજન ઓછો કરવા માટેની ટ્રેનિંગ લેવી જોઈએ જેથી અસ્થિર હોર્મોન્સથી માંસપેશીઓને ઠીક કરી શકાય.થોડા ઘણા વ્યાયામ વગર પણ વજન ઓછો કરવાની કલ્પના પણ ના કરી શકાય માટે વ્યાયામને તમારા રોજના કામમાં શામિલ કરી લો.તમે જિમ જાવા ન મગાતા હોવ તો તમે ઘરે પણ થોડી ઘણી કસરત કરીને પોતાને ફિટ બનાવી શકો છો.
4.ફળ અને સલાડને પણ રોજના ભોજનમાં શામિલ કરો: દરેક સમયે ભોજનની સાથે સાથે સલાડને ચોક્કસ શામિલ કરો.માંસાહારી ભોજન, ડેરી પ્રોડક્ટ અને અનાજની તુલનામા સલાડ અને ફળમાં વધારે માત્રામાં પોષક તત્વો અને ઓછી કેલેરી હોય છે. ફળ અને સાલડથી તમને ભૂખ સંતોષવામાં પણ મદદ મળશે અને વજન પણ વધતું અટકશે.સીઝનના હિસાબે તમે ફળોને શામિલ કરી શકો છો.
5.કેલેરી ઓછી માત્રામાં લેવી: 40 થી વધારે ઉંમરની મહિલાઓ માટે 1,200 થી 1,600 કેલેરી એક દિવસ માટે પૂરતી છે, તેના માટે તમારે કોઈ ડોકટરી દેખરેખની જરૂરિયાત નથી, અઠવાડિયામાં એક પાઉન્ડ ઓછું કરવા માટે તમારે ભોજનમાંથી 500 કેલેરીને ઓછી કરવાની રહેશે.પેટ ભરાઈ ગયા પછી પણ થાળીમાં વધેલા ભોજનને ધરારથી ખાવાની આદતથી છુટકારો મેળવવાની કોશિશ કરો.એક વાર પેટ ભરાઈ ગયા પછી જે ભોજન પેટમાં જાય છે તે વધારે પડતી કેલેરીમાં ફેરવાઈ જાય છે, જે મોટાપાનું કારણ બને છે.
6.રાતે ઓછું ભોજન કરવું:સૌથી મહત્વની વાત, જો તમારે તમારું વજન ઓછું કરવું છે તો બને ત્યાં સુધી રાતના સમયે ઓછું ખાવાનું રાખો.કેમ કે રાતે સૂતી વખતે પાચન ક્રિયા ધીમી પડી જાય છે જેને લીધે રાતે વધારે ભોજમ કરવું મોટાપાનું કારણ બને છે.બને ત્યાં સુધી રાતે સુવાના બે કલાક પહેલા ભોજન લઇ લો અને બને ત્યાં સુધી ભોજન પછી ચાલવાનું રાખો.વોકિંગ કરવાને લીધે ભોજન પણ પચી જાશે અને તેનાથી ઊંઘ પણ સારી આવશે.
7.સ્ટ્રેસ ઓછો લો: સ્ટ્રેસ લેવાથી શરીરમાં હોર્મોન્સ અસંતુલિત થઇ જાય છે જેનાથી મેટાબોલિઝમ્સ ધીમું પડી જાય છે. યોગ અને ધ્યાનથી સ્ટ્રેશને ઓછું કરી શકાય છે અને હોર્મોન્સ પણ સંતુલિત થઇ જાય છે. વધુ પડતી ચિંતા કે ડિપ્રેશન પણ મોટાપાનું કારણ બને છે.
8.પોષણનું પણ રાખો ધ્યાન: વજન ઓછું કરવાની સાથે સાથે તમારે પોષણનું પણ ધ્યાન રાખવાંનું રહેશે. માટે તમારા ભોજનમાં પ્રોટીન કાર્બ્સ,ફાઇબર્સ, હેલ્દી ફેટ્સને શામિલ કરો. શ્યુગર ઓછી લો અને પાણી વધારે પીઓ.આ સિવાય પ્લેટમાં એટલું જ ભોજન લો જેટલી તમને જરૂર છે, ધ્યાન રાખો કે તમે કેટલું અને શું શું ખાઈ રહ્યા છો.
9.હેલ્દી લીવર: લીવર શરીરનું જરૂરી અંગોમાનું એક છે.લીવરથી બે કામ થાય છે પહેલું ચરબીને ઓછી કરવી અને બીજું ડિટૉક્સિફિકેશન. તેના માટે સૌથી પહેલા તમારે ભોજનમાં ખાંડ, આર્ટિફિશિયલ ખાંડ કે ટ્રાન્સફેટી એસિડને ઓછું કરવાનું રહેશે.
10.અનુશાશન બનાવી રાખો: મહિલાઓમાં મોટાભાગે વધતી ઉંમરની સાથે ઇચ્છાશક્તિ ઓછી થઇ જાય છે. તેનું ખાસ કારણ એ છે કે તે પોતાની જ સંભાળ લેવાનું જ ભૂલી જાય છે જેને લીધે શરીર ઘણી બીમારીઓનું શિકાર થઇ જાય છે અને વજન પણ વધવા લાગે છે.તમે પોતાને ફિટ રાખવા માગો છો તો સૌથી પહેલા તમારી ઈચ્છાશક્તિને મજબૂત બનાવો.પૂરતી ઊંઘ લેવી પણ વજન ઓછું કરવામાં મદદ કરે છે અને તેનાથી મેટાબોલિઝમ્સ પણ સ્વસ્થ રહે છે.40 થી વધારે ઉંમરની મહિલાઓને વધારે ઊંઘની જરૂર પડે છે જેનાથી તે આખો દિવસ સ્ફુર્તિવાન રહી શકે.