બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસ અદા શર્માની સ્ટાઈલ અલગ છે. તેની અનોખી શૈલીને કારણે ચાહકો તેને પસંદ કરે છે. તેની તસવીરો અને તેના આઉટફિટ તેમજ તેની શૈલી અનન્ય છે. હાલમાં જ અદા શર્માએ તેની કેટલીક તસીવરો શેર કરી છે. આ તસવીરોમાં તે ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળી રહી છે, પણ તેણે ટ્રેડિશનલ આઉટફિટ સાથે પણ બોલ્ડનેસનો તડકો લગાવ્યો છે.
અભિનેત્રી પિંક કલરના લહેંગા સાથે યલો દુપટ્ટામાં જોવા મળી રહી છે.તસવીરોમાં તે અલગ-અલગ પોઝ આપી રહી છે. તે પોતાની સ્ટાઈલથી ફેન્સને દિવાના બનાવતી જોવા મળી રહી છે. ફોટો શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં ફેન્સને પૂછ્યું – શું આ લુકમાં રીલ થઇ જાય ? તેના આ ફોટોઝ પર ફેન્સ સેંકડો કોમેન્ટ કરી રહ્યા છે. તસવીરો પર કમેન્ટ કરતાં એક ફેને લખ્યું- આ મારી ફેવરિટ અને દરેકની ફેવરિટ છે.
અન્ય વ્યક્તિએ લખ્યું – વાહ, શું પ્રતિભા છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું- તને ટ્રેડિશનલ લુકમાં જોઈને મારા દિલમાં આગ લાગી ગઈ. એક વ્યક્તિએ તો હદ જ વટાવી દીધી.તેણે કહ્યું- હું તારી સાથે જ લગ્ન કરીશ નહીં તો નહીં કરું. અદા હંમેશા કલરફુલ આઉટફિટમાં ઘણા ફોટા શેર કરે છે, જેને જોઈને ફેન્સની આંખો ખુલ્લી જ રહી જાય છે. એક તો તેની ક્યુટનેસ અને ઉપર તેની સ્ટાઈલ… અદા પ્રાણીઓને પણ ખૂબ પ્રેમ કરે છે.
હાલમાં જ હોળીના અવસર પર તેણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે એક તળાવમાં હાથીઓ સાથે રમતી જોવા મળી હતી. કમાન્ડો-2માં શાનદાર અભિનયથી લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવનારી વિદ્યુત જામવાલની અભિનેત્રી અદા શર્મા તેના ફોટોશૂટને કારણે ચર્ચામાં રહેતી હોય છે.અદા શર્માએ ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરીને ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.
તમને જણાવી દઈએ કે અદા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર પણ કરે છે. અદા શર્માએ વર્ષ 2008માં ફિલ્મ 1920થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જો કે અદા ઘણી વધારે ફિલ્મોમાં તો જોવા મળી નથી,
View this post on Instagram
પરંતુ તે ‘હસી તો ફસી’, ‘કમાન્ડો 2’ અને ‘કમાન્ડો 3’ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. તેને વિદ્યુત જામવાલ સ્ટારર કમાન્ડો 2 માટે ઘણી પ્રશંશા મળી હતી. અદા શર્માએ પોતાના અભિનયની શરૂઆત 16 વર્ષની ઉંમરે કરી હતી. તેણે વિક્રમ ભટ્ટની ફિલ્મ 1920માં લોકોએ ખૂબ પસંદ કરી હતી.
View this post on Instagram