હત્યા કે આત્મહત્યા ? પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં સામે આવ્યુ દેશી બોલ્ડ અભિનેત્રી આકાંક્ષાનું મોતનું કારણ – ફફડી જશો

હાલમાં જ ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેનું રવિવારે સવારે સારનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટેલ સોમેન્દ્ર રેસિડેન્સીના રૂમ નંબર 105માં મોત થયું હતું. આકાંક્ષાનો મૃતદેહ તેના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્યો હતો. મુંબઈથી પરત ફરેલી આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ દીકરીએ આત્મહત્યા કરી હોવાનો ઇનકાર કર્યો હતો અને હત્યાનો આરોપ ભોજપુરી ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ પર મૂક્યો હતો.

આ ઉપરાંત તેમણે એવું પણ કહ્યુ હતુ કે સમરના ભાઇ સંજયે આકાંક્ષાને ધમકી પણ આપી હતી. જો કે, હવે આકાંક્ષા દુબેના મોત કેસમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. ફોરેન્સિક તપાસ બાદ પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં મોતના કારણ અંગે મોટો ખુલાસો થયો છે. પોલીસે જણાવ્યું કે અભિનેત્રીનું મોત લટકવાને કારણે થયું છે. આકાંક્ષા દુબેના વિસેરાને સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ મામલામાં એડિશનલ સીપીનું કહેવું છે કે આકાંક્ષા દુબેના મોત કેસને લઈને તમામ પાસાઓ પર તપાસ કરવામાં આવી રહી છે.

જણાવી દઇએ કે, આકાંક્ષા દુબેના મોત બાદ ફોરેન્સિક ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસને તપાસ કરતા આકાંક્ષાના રૂમમાંથી ખુલ્લી દારૂની બોટલો પણ મળી આવી હતી. આ સિવાય બેડ પર ફાંસીથી લટકતી લાશ પડી હતી. જેના કારણે મોતનું કારણ હત્યા છે કે આત્મહત્યા તે અંગે સવાલો ઉઠી રહ્યા હતા. ત્યાં આ મામલામાં આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ ગાયક સમર સિંહ અને તેના ભાઈ પર તેની પુત્રીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે.

મધુ દુબેના જણાવ્યા અનુસાર, સમર સિંહના ભાઈ સંજય સિંહે 21 માર્ચે આકાંક્ષાને મારી નાખવાની ધમકી આપી હતી અને તે બાદ ચાર-પાંચ દિવસ પછી આકાંક્ષાનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. આ ઘટનાના થોડા કલાકો પહેલા આકાંક્ષા પાર્ટીમાં ગઈ હતી. જે બાદ તે રાત્રે લગભગ 2 વાગે એક યુવક સાથે હોટલ પરત ફરી હતી.

ayurved

Not allowed