સતત ACમાં રહેતા લોકો માટે ચેતવણી: ACમાં રહેવાથી થઇ શકે છે શરીરને આ ગંભીર નુકસાન, ચેતી જજો નહિ તો ખેર નથી

ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થતા જ એસી-કુલર જેવા મશીનનું વેંચાણ પણ વધવા લાગે છે. ઉનાળાની બળબળતી ગરમીમાં પંખાઓ પણ નકામાં લાગે છે એવામાં ઘરમાં એસી કે કુલર લગાવવું ફરજીયાત બની જાય છે. એસીથી કૂલિંગ મશીનના મધ્યામથી હવા પસાર થાય છે જે આપણા ઘરને કે ઓફિસને ઠંડી રાખે છે, જે ગરમીમાં પણ શિયાળા જેવી ઠંડકનો અનુભવ કરાવે છે.આજના સમયમાં બાળકોથી લઈને વડીલોને પણ આખો દિવસ એસીની ઠંડકમાં બેસી રહેવાની આદત પડી ગઈ છે. લોકો ઉનાળાની ગરમીમાં 1 મિનિટ પણ એસી વગર રહી નથી શકતા.જો કે ખુબ ઓછા લોકો જાણતા હશે કે વધુ પડતું એસી કે કુલરની હવામાં બેસી રહેવાથી સ્વાસ્થ્યને લગતા ખુબ નુકસાન થાય છે, જેની અસર શરીરમાં લાંબા ગાળે થતી જોવા મળે છે. આવો તો જાણીએ એસીના થતા નુકશાન વિશે.

 

વધુ પડતો એસીનો ઉપીયોગ કરવાથી શરીરમાં સાંધાના દુઃખાવાની સમસ્યા વધવા લાગે છે. જો કે આ અસર શરીરમાં લાંબા ગાળે થાય છે અને ધીમે-ધીમે હાડકાની બીમારીઓ પણ પૈદા કરે છે. જો તમે પહેલાથી જ કોઈ બીમારીથી પીડિત છો તો એસીમાં રહેવું તમારા માટે વધુ ખતરનાક સાબિત થઇ શકે છે.  લગાતાર એસીમાં બેસી રહેવાથી શરીરમાં લો બ્લડપ્રેશર અને આર્થરાઇટિસનાં લક્ષણો વધી જાય છે.આ સિવાય એસીને લીધે શ્વાસની સમસ્યા પણ વધે છે કેમ કે એસીની સાફ સફાઈ લંબા સમયે કરવામાં આવે છે જેને લીધે તેના પર ધૂળ-રજકણો જમા થયેલા હોય છે.જે શરીરમાં એલર્જી પૈદા કરે છે અને સાથે સાથે શ્વાસ લેવામાં પણ તકલીફ કરાવે છે.

જે લોકોને પહેલાથી જ બ્લડપ્રેશરની સમસ્યા છે તેમને એસીથી દૂર રહેવું જ ફાયદામાં રહેશે.આવો દર્દી લાંબો શ્વાસ લઇ શકતો નથી અને પરિણામે અસ્થમાની સમસ્યા થઇ શકે છે.એસીને લીધે તામપણ નીચું જાય છે જેને લીધે લોકોને વારંવાર માથાનો દુખાવાની સમસ્યા રહે છે. સાથે-સાથે શરદી-ઉધરસ અને તાવ પણ રહે છે. આખો દિવસ એસીમાં રહેવાની ટેવ પડી ગયેલા લોકોને બહાર જતી વખતે થાક લાગી શકે છે. એસીની હવામાંથી ભેજનું પ્રમાણ ઘટી જાય છે, જેને લીધે ત્વચા સૂકી પડી જાય છે. જો તમે વધુ સમય એસીમાં વ્યતીત કરો છો તો તમારે વધુ માત્રામાં પાણી પીવું જોઈએ અને પોતાની ત્વચાને પણ મોશ્ચરાઈઝ કરવી જોઈએ.

આ સિવાય એસીની સૂકી હવા ત્વચાની સાથે સાથે આંખોને પણ અસર કરે છે, જેના કારણે આંખો સૂકી પડી જાય છે. એટલે આંખોમાં ખંજવાળ આવે છે, બળતરા થાય છે કે લેન્સ આંખોમાં ચોંટી જાય છે. એસીથી આંખોની સમસ્યાઓ જેમ કે કંજક્ટિવાઈટિસ અને બ્લેફેરાઇટિસ પણ વધી શકે છે. શરીરની મેદસ્વિતાને વધારવાના કારણોમાંથી એક કારણ પણ એસી જ છે. કારણ કે એસીમાં રહેવાને કારણે શરીરનું તાપમાન ઓછું રહે છે અને પરસેવો નથી નીકળતો, જેથી શરીર સક્રિય નથી રહેતું. જેના કારણે વ્યક્તિ મેદસ્વીતાના શિકાર બને છે. એસી કોઈ શાંત રહેવાવાળું મશીન નથી અને એ એસી પર નિર્ભર કરે છે કે એ ઓછા અવાજ સાથે હવાને ફેંકશે કે મોટા અવાજ સાથે. આ અવાજ પણ એક પ્રકારની ધ્વનિ પ્રદુષણ જ છે, જે આપણી ઉત્પાદકતાને ઓછી કરે છે અને રાતની ઊંઘને પણ નુકશાન કરી શકે છે.

urupatel.fb

Not allowed