આમિર ખાનની માતાને લઈને આવી ગયા ખરાબ સમાચાર, ફેન્સને ટેંશન ચડી ગયું, ઊંઘ ઉડી ગઈ

બોલિવુડના મિસ્ટર પરફેક્ટનિસ્ટ કહેવાતા આમિર ખાનની માતા જીનત હુસૈનને હાર્ટ એટેક આવ્યો છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યુ છે રે જીનત તેમના પંચગીની સ્થિત ઘરમાં હતા જ્યારે તેમને હાર્ટ એટેક આવ્યો. દીવાળીના સમય પર આમિર ખાન તેમની માતા સાથે હતા. માતાને હાર્ટ એટેક આવવા પર સુપરસ્ટાર તેમને તરત હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા. આ ખબરની પુષ્ટિ આમિર ખાનની પીઆર ટીમે કરી છે. જીનતને મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલમાં દાખલ થયા બાદથી આમિર ખાન માતા સાથે છે.

પરિવારના અન્ય લોકો પણ તેમને મળવા ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે માતાની હાલત અત્યારે ઠીક છે. તેમના વાઇટલ સ્ટેબલ છે અને તે સારવારને સારો પ્રતિસાદ આપી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આમિર ખાન અને તેનો પરિવાર સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યા છે કે આ અંગે કોઈ માહિતી જાહેરમાં ન જાય. તમને જણાવી દઈએ કે આમિર તેની માતા સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન આમિરે ખુલાસો કર્યો હતો કે તે કોઈપણ ફિલ્મ પર તેની માતાની પ્રતિક્રિયા સૌથી પહેલા જાણે છે.

લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝ વખતે તેમણે કહ્યું હતું કે તેમને આ ફિલ્મ ખૂબ જ ગમી હતી અને તેમણે ફિલ્મમાં કોઈપણ પ્રકારના એડિટિંગ વગર રિલીઝ કરવાની સલાહ આપી હતી. આ વાતચીતમાં આમિરે કહ્યું હતું કે જ્યારે પણ તેની માતાને કોઈ ફિલ્મ પસંદ નથી આવતી તો તે તરત જ કહી દે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આમિર તાજેતરમાં જ ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મથી તે ચાર વર્ષ પછી મોટા પડદા પર પાછો ફર્યો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.

આ ફિલ્મ બાદ આમિર ટૂંક સમયમાં બીજી વિદેશી ફિલ્મની રિમેકમાં જોવા મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અભિનેતા સ્પેનિશ ફિલ્મ ‘ચેમ્પિયન્સ’ના હિન્દી રૂપાંતરણમાં કામ કરવા માટે તૈયાર છે. આમિર ખાન છેલ્લે કરણ જોહરના ચેટ શોમાં જોવા મળ્યો હતો. કોફી વિથ કરણ સીઝન 7માં આમિર કરીના કપૂર સાથે પહોંચ્યો હતો. તેણે કહ્યું હતું કે તેને અફસોસ છે કે તે તેના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકતો નથી. તેણે કહ્યું હતું કે હવે તે તેની માતા અને બાળકો સાથે સમય વિતાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો છે.

હવે તે પોતાના જીવનમાં પરિવાર અને સંબંધોને મહત્વ આપી રહ્યો છે. થોડા સમય પહેલા આમિર ખાને માતા ઝીનતનો જન્મદિવસ પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. આ પ્રસંગનો વીડિયો પણ વાયરલ થયો હતો. આમાં, આમિરનો આખો પરિવાર ખુશીથી માતાનો ખાસ દિવસ એકસાથે ઉજવતો જોવા મળ્યો હતો.

ayurved

Not allowed