પ્રેમિકાની લાશ સાથે લગ્ન કરીને પ્રેમીએ ખાધી કસમ “આજીવન લગ્ન નહિ કરું !” સેંથામાં ભર્યું સિંદૂર અને ગળામાં પહેરાવ્યું મંગળસૂત્ર, જુઓ વીડિયો

આજના સમયમાં સાચા પ્રેમ જેવું કઈ હોતું નથી એ આપણે માનીએ છીએ. મોટાભાગે લોકો પ્રેમના નામ પર ટાઈમ પાસ જ કરતા હોય છે, પોતાની હવસ સંતોષાતા એકબીજાને છોડી દેતા હોય છે, તો પછી આજના સમયમાં સાથે જીવવા મારવાની કસમો તો દૂરની વાત રહી. હાલમાં જ શ્રદ્ધા નામની યુવતીને તેની સાથે લિવ ઇનમાં રહેતા પ્રેમીએ મોતને ઘાટ ઉતારી તેના 35 ટુકડા કર્યા, જેના બાદ લોકોને પ્રેમ પરથી પણ નફરત થઇ ગઈ. પરંતુ આ દરમિયાન એક એવી પણ ઘટના સમયે આવી જેને સાચા પ્રેમનું એક મોટું ઉદાહરણ પૂરું પાડ્યું.

આસામના ગુવાહાટીમાં એક યુવતીના મોત બાદ કંઈક એવું થયું, જેની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે. આ ઘટના જોઈને કેટલાક લોકોએ કહ્યું કે આ સાચો પ્રેમ છે, આફતાબ-શ્રદ્ધા જેવો નથી. આ ઉપરાંત કેટલાક લોકોએ તેને ખૂબ જ હૃદયસ્પર્શી ગણાવ્યું. તમને જણાવી દઈએ કે રાહા ગામની પ્રાર્થના નામની યુવતીનું તાજેતરમાં એક અસાધ્ય રોગને કારણે નિધન થયું હતું, તેના મોત બાદ તેનો પ્રેમી બિટુપન તેના ઘરે પહોંચ્યો હતો. બિટુપને જે કર્યું તે જોઈને લોકો દંગ રહી ગયા.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અનુસાર, બિટુપન રડતો રડતો તેની ગર્લફ્રેન્ડના ઘરે પહોંચ્યો અને પરિવારના સભ્યો સાથે વાત કરી. આ પછી તેણે ગર્લફ્રેન્ડની ઈચ્છા પૂર્ણ કરવા માટે તેના સેંથામાં સિંદૂર ભર્યું, મંગળસૂત્ર પહેરાવ્યું. આટલું જ નહીં પોતે મૃતક પ્રેમિકાને માળા પહેરાવીને ભેટી પડ્યો હતો. આ જોઈને ત્યાં હાજર લોકો રડવા લાગ્યા. આ દરમિયાન પ્રેમી બિટુપન પણ પોતાના આંસુ રોકી શક્યો ન હતો.

યુવતીના સંબંધીઓના જણાવ્યા અનુસાર પ્રાર્થના અને બિટુપન ઘણા સમયથી એકબીજાને પસંદ કરતા હતા. બંનેએ લગ્ન કરવાનું મન પણ બનાવી લીધું હતું, જે બંનેના પરિવારને ખબર હતી પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. હાલમાં જ પ્રાર્થનાની અચાનક તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એવું જાણવા મળ્યું કે તે એક ટર્મિનલ બીમારીથી પીડિત હતી અને તેણીનું અચાનક મોત થયું.

Team Akhand Ayurved

Not allowed