લાઈફસ્ટટાઈલમાં કરો આ ફેરફાર, ઝડપથી પાતળું થઇ જશે તમારું જાડું શરીર

આજની જીવનશૈલી અને વ્યસ્તતાને લીધે મોટાપાની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. ઘણાં લોકો વજન ઘટાડવા માટે સખત મહેનત કરે છે, તેઓ અવનવી પદ્ધતિઓ અપનાવે છે અને સખ્ત ડાઈટ ફોલો કરે છે. છતાં પણ વજન ઘટાડવું મુશ્કેલ બની જાય છે. એ જાણી લેવું જરૂરી છે કે ફક્ત હેવી વર્કઆઉટ કે ડાયેટ કરવાથી વજન નથી ઘટતું, પણ કેટલીક ચોક્કસ સિમ્પલ લાઈફસ્ટાઈલ અપનાવવી પણ આ સમસ્યાને દૂર કરી શકે છે. જો તમે વધેલી ચરબીથી પીછો છોડાવવા માગો છો, તો તમારે તમારી જીવનશૈલીમાં અમુક બદલાવ કરવાંના રહેશે. આયુર્વેદ એક્સપર્ટ ડોક્ટરના આધારે કેટલાંક વિકલ્પો જણાવવામાં આવ્યા છે જે વજનને જલ્દી ઘટાડે છે અને ખાસ તો ઘટેલું વજન મેઇન્ટેઇન કરે છે.

ડોકટરે પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કેટલીક બાબતોનો બીજો વિકલ્પ જણાવ્યો છે જે દરેક સ્વસ્થ રહેવા ઇચ્છતી વ્યક્તિને લાગુ પડે છે. ડોકટરે કહ્યું કે, આ વિકલ્પો એ બાબત સુનિશ્ચિત કરે છે કે તમે જે છેલ્લા કેટલાંક સમયમાં પૂરેપૂરા સમર્પણથી વજન ઘટાડ્યું છે તે ફરી વધી ન જાય.’  માટે તમે પણ પોતાની લાઈફ સ્ટાઈલમાં નીચે જણાવેલા વિકલ્પોને અપનાવી શકો છો-

1. સફેદ ખાંડને બદલે ગોળ વાપરો:સફેદ ખાંડ માત્ર ખાલી કેલરી છે જ્યારે ગોળ પોષક તત્વોથી ભરપૂર છે.
2. ઠંડા પાણીને બદલે ગરમ પાણી પીવો: હૂંફાળું પાણી તમારા પાચન અગ્નિને પ્રજ્વલિત કરવામાં મદદ કરે છે અને તેને શ્રેષ્ઠ રાખે છે. ઉપરાંત, તે પાચનક્રિયાને સુધારે છે.
3. 3. નો મૂવમેન્ટને બદલે 5,000-10,000 પગલાં: દિવસભર સક્રિય રહેવાથી  5,000-10,000 પગથિયાં ચાલવાથી તમારું શરીર સક્રિય, સ્થિતિસ્થાપક રહે છે અને રક્ત પરિભ્રમણ સારું રહે છે.

4. ફળોના જ્યુસને બદલે ફળો ખાવા: જ્યારે તમે ફળોના રસનું સેવન કરો છો, ત્યારે તમે ફાઇબર ગુમાવો છો અને તે પ્રવાહી હોવાથી તમે એ વધુ પીઓ છો. જ્યારે તમે ફળોને ચાવો છો, ત્યારે તેમનું પાચન તમારા મોંમાંથી જ શરૂ થાય છે અને ફાઇબર અકબંધ રહે છે જેથી તમે તેને પ્રમાણસર ખાશો.
5. બપોરનું ભોજન ટાળવાને બદલે પ્રમાણસર જમો:ક્યારેય પણ લંચને ટાળો નહીં કારણકે સવારના 10થી બપોરના 2 વાગ્યાનો સમય મધ્યમથી ભારે ભોજન લેવાનો શ્રેષ્ઠ સમય છે (કેમકે તે પિત્ત કાળ છે અને તે દરમિયાન ચયાપચય શ્રેષ્ઠ હોય છે).
6. ભારે ડિનરને બદલે રાત્રે વહેલું અને હળવું ભોજન લેવું: સૂર્યાસ્ત બાદ ચયાપચયની પ્રક્રિયા ધીમી પડી જાય છે તેથી ડિનર 8 વાગ્યા પહેલાં લેવું તેમજ હળવું જમવું.
7. ઊંઘને અવગણવાને બદલે પૂરતી ઊંઘ લેવી: જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારું લીવર ડિટોક્સિફાય થાય છે તેથી ઊંઘને અવગણવાથી તમારા વેઇટ-લોસમાં વિલંબ થાય છે. જો તમે ઝડપથી વજન ઘટાડવા માગતા હો તો રાત્રે 10 વાગ્યા પહેલા સૂઈ જાઓ.

 

8. બેઠાડું જીવનને બદલે કસરત કરવી: સમયસર ઊંઘ, સ્ટ્રેસ મેનેજમેન્ટ અને હેલ્ધી ફૂડ ઉપરાંત એક્સરસાઇઝ વેઈટ લોસમાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. એટલે જ તમારા જીવનમાં યોગ, વોકિંગ, જોગિંગ, સાઈકલિંગ, જિમ, વેઈટ્સ, HIIT (high-intensity interval training) સ્વિમિંગ વગેરે સામેલ કરો.

urupatel.fb

Not allowed