શરીરના કેટલાક અંગો ખૂબ જ ખાસ હોય છે કારણ કે તેમનાથી જ આખા શરીરની સિસ્ટમ વ્યવસ્થિત રીતે ચાલે છે. જેમાંથી જ એક છે, કિડની. કિડની શરીરના બીજા અંગોની જેમ જ ખૂબ જ ખાસ અને નાજુક હોય છે. તેના અસંતુલિત થવાથી આખા શરીરની સ્થિતિ બગડી જાય છે. એટલે કિડનીનું ધ્યાન ખાસ રાખવાની જરૂર પડે છે. કિડની એક ખૂબ જ ખાસ અંગ છે. તેની રચનામાં લગભગ 30 પ્રકારની જુદી-જુદી કોશિકાઓ હોય છે. આ ખૂબ જ પાતળી નસોનું બનેલું અત્યંત જટિલ ફિલ્ટર હોય છે જે આપણા લોહીમાંથી પાણી, સોડિયમ, પોટેશિયમ અને આવા જ બીજા અગણિત પદાર્થોને સાફ કરીને પેશાબ દ્વારા બહાર કાઢે છે.
કિડનીનો આપણા શરીરમાં બહુ મોટો રોલ છે. કિડની બ્લડને સાફ કરીને શરીરના દરેક હાનિકારક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. જો કે આપણા શરીરમાં બે કિડની હોય છે. કહેવાય છે કે સ્વસ્થ વ્યક્તિ એક કિડનીના સહારે પણ જીવિત રહી શકે છે પણ એક કિડની ખરાબ થઇ જવાને લીધે ઘણી એવી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. માટે બેહતર છે કે કિડની ખરાબ થવાની પહેલા જ તેના અમુક શરૂઆતી લક્ષણોને ઓળખીને ઈલાજ શરૂ કરી દેવામાં આવે. આજે અમે તમને અમુક એવા લક્ષણો વિશે જણાવીશું જે કિડની ખરાબ હોવા પરનો સંકેત દર્શાવે છે.
- જો કે પેટમાં દર્દ હોવું એક સામાન્ય વાત છે પણ જો આ દર્દ પેટના ડાબી કે જમણી બાજુ થવા લાગે અને તે અસહનીય હોય થઇ જાય તો તેની અવગણના ન કરો કેમ કે તે કિડની ખરાબ સંકેત પણ હોઈ શકે છે.
- જો તમારા શરીરનું વજન અચાનક વધવા લાગે, કે હાથ-પગમાં સોજો આવે તો તે કિડની ખરાબ થવાનું લક્ષણ પણ હોઈ શકે છે. કિડની ખરાબ હોવા પર શરીરમાં ઘણા હાનીકારક પદાર્થો જમા થવા લાગે છે, જેનાથી હાથ-પગમાં સુજન આવવા લાગે છે અને સાથે જ યુરિનનો રંગ પણ ઘાટો ઘેરો બની જાય છે.
- જો યુરિન પાસ કરવાના સમયે લોહી આવે તો તેને અજાણ્યું બિલકુલ પણ ન કરો કેમ કે આ લક્ષણ કિડની ખરાબ હોવા તરફ સંકેત કરે છે એવામાં કોઈ ડોક્ટરનો સંપર્ક કરો અને તમારી દરેક પ્રોબ્લેમ જણાવો.
- જો તમારું પણ યુરિન અચાનક નીકળી જાય છે અને તમે કન્ટ્રોલ નથી કરી શકતા તો તમને કિડનીની બીમારી હોઈ શકે છે. આ સમસ્યાની મામૂલી ન સમજતા તરત જ એક્શન લઇ લો.
- જો યુરિન પાસ કરવાના સમયે જલન કે બેચેની લાગે તો તેને હલ્કી રીતે ન લો. જે યુરિન ઈંફ્કેશન કે કિડની ખરાબ હોવાનો સંકેત છે.
6. આખો દિવસ કામ કરવા પર થાક લાગવો સામાન્ય વાત છે પણ જો કમજોરી અને થાક કોઈ કારણો વગર જ લાગે તો તે કિડની ફેઈલ થઇ જવાનું પણ લક્ષણ દર્શાવે છે. જો તમારી ભૂખ ખતમ થઇ ગઈ છે, વજન ઘટી રહ્યું છે, ખૂબ જ થાક લાગે છે, તો કિડનીની સમસ્યાઓ હોઈ શકે છે. વારેવારે ઉલ્ટી થવી એ ગેસ્ટ્રીક અને કમળાને કારણે તો હોઈ જ શકે છે, પણ આ કિડનીની બીમારીનું પણ લક્ષણ છે. એટલે જો ઉપરોક્તમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો આળસ કર્યા વિના ડોક્ટરને મળવા જાઓ અને આ સમસ્યા જણાવો.