તણાવ અને ચિંતામાંથી મુક્ત કરે છે આ ચાર જાદુઈ જડીબુટ્ટીઓ, જાણો કેવી રીતે કરવો ઉપીયોગ

કોરોના મહામારીના સમયગાળામાં લોકોને ઓફિસનું કામ ઘરેથી જ કરવું પડતું હતું. આ સમયમાં ઘણા લોકો તણાવ અને હતાશાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હતા જેની અસર છે તેની અસર શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરે થઈ હતી. લોકો તણાવ દૂર કરવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવતા રહે છે. જો તમે પણ તણાવ અને ટેન્શનથી દૂર રહેવા માંગો છો, તો તમે પણ આ આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદમાં આવી ઘણી જડીબુટ્ટી છે જે તમને તણાવ અને ટેન્શનથી દૂર રાખવામાં મદદ કરે છે. ચાલો તો જાણીએ કે આ ઔષધિનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના ક્યાં ક્યાં ફાયદા છે.

1. અશ્વગંધા:

અશ્વગંધા આયુર્વેદમાં રામબાણ ઈલાજ માનવામાં આવે છે. જે એક પરંપરાગત ઔષધિ છે જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. આ સિવાય બળતરા, તણાવ અને ચિંતા દૂર કરવામાં મદદ કરે છે. અશ્વગંધાનું નિયમિત સેવન કરનારા લોકોને ખુબ સારી ઊંઘ આવે છે અને તે શરીરમાં ઉર્જા વધારવાનું પણ કામ કરે છે. અશ્વગંધા દૂધ કે પાણીમાં ઉમેરીને પી શકાય છે અને ચા ના રૂપે પણ મધ મિક્સ કરી પી શકાય છે.

 

2. ભૃંગરાજ:

ભૃંગરાજ એક ઔષધિ છે જેનો ઉપયોગ ચા તરીકે થાય છે. તે શરીરને ડિટોક્સિફાઇ કરવામાં મદદ કરે છે. વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભૃંગરાજ તેલનો ઉપયોગ કરી શકાય છે. આ તેલના ઉપયોગથી ખરતા વાળ, સફેદ વાળ, ખોળો વગેરેની સમસ્યા દૂર કરે છે અને વાળને ઘાટા, કાળા અને સિલ્કી બનાવે છે.

3. બ્રાહ્મી:

આગળના ઘણા વર્ષોથી બ્રાહ્મી નો ઉપીયોગ ઔષઘી તરીકે કરવામાં આવી રહ્યો છે.બ્રાહ્મી તણાવને દૂર કરીને યાદશક્તિ વધારવામાં ખુબ મદદ કરે છે.  તણાવ દૂર કરવા માટે તેના તેલથી મસાજ પણ કરી શકાય છે. આ સિવાય બ્રાહ્મી ચા અને કેપ્સ્યુલ્સના રૂપમાં પણ પી શકાય છે. આ ઔષધિનું નિયમિત સેવન કરવાથી તણાવ અને ચિંતા દૂર કરી શકાય છે.

4. જટામાંસી:

જટામાંસી શરીરમાંથી વિષયુક્ત પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે. તેના મૂળમાં એવા ગુણધર્મો છે કે જે મગજને તણાવરહિત બનાવે છે.

ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે.જેનો ઉપીયોગ કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ ચોક્કસ લો.

urupatel.fb

Not allowed