ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યાના અલગ અલગ અને ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલમાં એક માતાએ પોતાના જ દીકરાની અવૈદ્ય સંબંધોના ચક્કરમાં હત્યા કરી દીધી. મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લામાંથી આ હૃદયદ્રાવક મામલો સામે આવ્યો છે. અવૈધ સંબંધોના કારણે એક માતાએ પોતાના પુત્રની બર્થડે પર જ હત્યા કરી નાખી. તેણે અને તેના પ્રેમીએ મળીને દીકરાનું મોં ઓશીકું વડે દબાવી નાખ્યુ હતું. બાળકનો વાંક એ હતો કે તેણે માતાને પ્રેમી સાથે વાંધાજનક હાલતમાં જોઈ હતી. આ મામલો સામે આવી જશે અને બદનામી થશે એવા ડરથી તેણે તેના પુત્રને પીડાદાયક મૃત્યુ આપ્યું.
પોલીસે કેસ નોંધીને મહિલા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. આ મામલો શાજાપુર જિલ્લાના અકોડિયાનો છે. નોંધનીય છે કે 3 મેના રોજ શાજાપુરના અકોડિયામાં 12 વર્ષના વરુણની હત્યાથી સનસનાટી ફેલાઈ ગઈ હતી. તેનો મૃતદેહ નિર્જન મકાનમાં પડ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ કરાવ્યું. આ પછી જ્યારે પોલીસે તપાસ આગળ વધારી તો આ હત્યાકાંડની કડીઓ જોડાવા લાગી. અકોડિયા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે વરુણની હત્યાના મામલામાં પોલીસની શંકા માતા પર ગઈ.
જ્યારે પોલીસે તેની કડક પૂછપરછ કરી તો સમગ્ર રહસ્ય સામે આવ્યું. પોલીસે જણાવ્યું કે 3 મેના રોજ બપોરે લગભગ 2.30 વાગે વરુણ અચાનક ઘરે પહોંચી ગયો. ઘરમાં પ્રવેશતાની સાથે જ માતા પ્રેમી સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી. બાળકને જોઈને બંને ચોંકી ગયા. આ પછી માતાએ વિચાર્યું કે જો બાળકને જીવતો છોડી દેવામાં આવશે તો સમગ્ર રહસ્ય ખુલશે અને તેની બદનામી થશે. આ પછી તેણે બોયફ્રેન્ડ સંજય સાથે વાત કરી અને તકિયા વડે વરુણનું મોં દબાવી દીધુ. ઉજ્જૈનનો રહેવાસી સંજય અવારનવાર મહિલાના ઘરે આવતો હતો,
ઘટનાના દિવસે પણ સંજય વરુણના ઘરે આવ્યો હતો, મૃતક વરુણ અને તેની બહેન અંજલી પિતાને તેમના કામમાં મદદ કરે છે. વરુણના પિતા ફળો વેચવાનો વ્યવસાય કરે છે. બંને બાળકો દરરોજ સવારથી સાંજ સુધી પિતા સાથે રહે છે પરંતુ ઘટનાના દિવસ વરુણનો જન્મદિવસ હોવાથી તે ઘરે તૈયારી કરવા માટે બપોરે 2:30 કલાકે ઘરે આવ્યો હતો, જ્યાં તેણે માતાને અન્ય એક વ્યક્તિ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ હતી. વરુણની હત્યા કર્યા બાદ આરોપી માતા મમતા ઘટના છુપાવવા માટે તેના પ્રેમીને ભગાડીને પોતે ખેતરમાં ગઈ હતી,
સાંજે જ્યારે વરુણની બહેન અંજલી ઘરે પહોંચી ત્યારે તેણે ઘરનો દરવાજો ખોલીને જોયું તો તેનો ભાઈ બેભાન હાલતમાં પડ્યો હતો. મૃતક વરુણ તેના જન્મદિવસને લઈને ખૂબ જ ઉત્સાહિત હતો, સાંજે તે તેના પિતાના આગમન બાદ ઘરે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરવાનો હતો, તેના જન્મદિવસની તૈયારી માટે તે 3 મેના રોજ તેના પિતાનું કામ છોડી ઘરે આવ્યો હતો. પરંતુ માતાએ પોતાના કૃત્યો છુપાવવા માસુમ પુત્રની નિર્દયતાથી હત્યા કરી હતી.