શું તમારી પાસે છે 2 રૂપિયાનો જૂનો સિક્કો ? ચપટી વગાડતા જ થઇ શકો છો માલામાલ, બસ કરવાનું રહેશે આ કામ
એ કહેવત તો તમે સાંભળી જ હશે ને કે ‘ઓલ્ડ ઇઝ ગોલ્ડ’ એટલે કે જૂની વસ્તુ સોના જેવી હોય છે. જો તમારી પાસે કોઇ કિંમતી વસ્તુ છે, તે જેટલી જૂની હોય એટલી વર્તમાનમાં તેની કિંમત ઘણી વધી જાય છે. ઘણીવાર તમે જોયુ હશે કે લોકો જૂના નોટ અને સિક્કાને સંભાળીને રાખે છે, પણ શું તમને ખબર છે કે જૂની નોટો અને સિક્કા તમારા ઘણા કામ આવી શકે છે. એન્ટીક વસ્તુઓનું કલેક્શન રાખનાર લોકોને એ જરૂર ખબર હશે કે આની સારી કિંમત મળી શકે છે. એવામાં આજે અમે તમને જણાવીએ કે જૂના 2 રૂપિયાના સિક્કાની કેટલી કિંમત મળી શકે છે.
ઇ કોમર્સ વેબસાઇટ પર જૂના અને એન્ટિક સિક્કા, નોટોના સેલ ચાલે છે. જેની પાસે પણ જૂના સિક્કા અને નોટોનું કલેક્શન હોય છે તેઓ લોગ ઇન કરી તસવીર અને અનુમાનિત રાશિની એક પોસ્ટ બનાવી નાખી દે છે. જો કોઇની પાસે 2 રૂપિયાનો જૂનો સિક્કો, જેના પર ભારતનો નક્શો બનેલો હતો અને હિંદીમાં રાષ્ટ્રીય એકતા અને ઇંગ્લિશમાં National Integration મુદ્રિત છે તો તેની વેલ્યુ ઘણી વધી ગઇ છે. ક્વિકર ડોટ કોમ પર આ સિક્કાને વેચવા પર હજારો રૂપિયા મળી શકે છે. ઘણીવાર કેટલાક લોકો તો લાખો રૂપિયા પણ આપવા તૈયાર હોય છે.પરંતુ સિક્કા યુનિક અને જૂના હોવા જોઇએ.
ક્વિકરની આ વેબસાઇટ માત્ર ખરીદનાર અને વેચનાર વચ્ચેનો બ્રિજ છે, જે એકબીજા સાથે પૈસાની ડીલ કરે છે. જો બંને વચ્ચે સમજોતો થઇ જાય તો તેઓ એકબીજાને કેટલા પણ પૈસા આપી શકે છે. એક યુઝરે તો પોતાના જૂના સિક્કાને વેચવા માટે 5 લાખ રૂપિયાની બોલી લગાવી છે. તેણે લખ્યુ છે કે આ ખૂબ જ જૂનો અને યુનિક સિક્કો છે અને હું આને 5 લાખમાં વેચવા માગુ છુ. વેબસાઇટ પર તમામ સિક્કા જોવા મળી જશે, જે ઘણા યુનિક હોય છે.
જો તમારી પાસે પણ કોઇ જૂનો સિક્કો છે તો કોઇ ઇ કોમર્સ વેબસાઇટ પર જઇ સિક્કા કે નોટની તસવીર અપલોડ કરો, છેલ્લે તમારી અનુમાનિત રાશિ દર્જ કરો. જેને પણ તે ખરીદવું હશે તમારો કોન્ટેક્ટ કરશે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર આ એંટીક સિક્કાઓને ઓએલએક્સ, ઇન્ડિયા માર્ટ, પિંટરેસ્ટ અને ઇંડિયન કરેંસી જેવી વેબસાઇટ્સ પર વેચી શકાય છે.
નોંધ: આ માહિતી ફક્ત રેફરેન્સ માટે છે, કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો.