19 વર્ષીય માસુમ આ દીકરીએ મોતને વ્હાલું કર્યું, અંતિમવિધિ કરી ઘરે આવેલા પરિવારે દીકરીનો ફોન ચેક કર્યો તો પગ નીચેથી જમીન સરકી ગઈ
આજના કળયુગમાં ઘણા લોકો આર્થિક તંગીથી કંટાળી કે પ્રેમ પ્રસંગોમાં દગો મળવાના કારણે મોતને વહાલું કરી લેતા હોય છે. આવી ઘણી જ ઘટનાઓ ઇન્ટરનેટ પર તથા સમાચારમાં રોજ બરોજ સાંભળવા મળતી હોય છે. ત્યારે હાલ એવી જ ચોંકાવનારી ખબર હિંમતનગરથી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હિમતતનગરના કનાઈ ગામમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીને એક વિધર્મી યુવક દ્વારા બ્લેકમેઈલિંગ કરવામાં આવી રહી હતી, વિધર્મી યુવક યુવતીના PHOTOZ વાયરલ કરવાની અવાર નવાર ધમકીઓ આપતો રહેતો હતો અને
તેને મેસેજ અને MOBILE CALL કરીને હેરાન કરતો હતો જેના કારણે યુવતીએ માનસિક તાણમાં આવીને પોતાનું જીવન ટૂંકાવી લીધું. યુવતીના પિતાએ વિધર્મી યુવક વિરુદ્ધ હિંમતનગરના ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં વિધર્મી યુવક વિરુદ્ધ મામલો દાખલ કરી પોલીસે યુવતીને બ્લેક મેલીગ કરી મરવા માટે મજબુર કરનાર યુવક વિરુદ્ધ ગુન્હો નોંધીને યુવકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
ગત ગુરુવારના રોજ કોલેજમાં અભ્યાસ કરી રહેલી યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી, જેના બાદ પરિવારજનોએ 108ને કોલ કરતા ફરજ ઉપર રહેલા ડોકટરે યુવતીને જાહેર કરી હતી. જેના કારણે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ઉભો થયો હતો. જયારે દીકરીના મોતનું કારણ સામે આવ્યું ત્યારે પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા.
પરિવારજનો દ્વારા યુવતીનો મોબાઈલ ચેક કરતા તેમાં કનાઈ ગામના જ મસી અબ્બાસ કમરઅલી દ્વારા કરવામાં આવતા મેસેજ અને કોલ મળી આવ્યા હતા. જેમાં તે યુવતીને બ્લેકમેઇલ કરી રહ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. અબ્બાસ મસી યુવતીના ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી તેને બ્લેકમેઈલ કરતો હોવાનું પણ સામે આવ્યું હતું.
યુવતી પર ત્રાસ ગુજારવા બાબતે હિંમતનગર ગ્રામ્ય પોલીસે આરોપી મસી અહેમદ અબ્બાસ નામના છોકરા સામે ફરિયાદ નોંધી હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને તેનો મોબાઈલ ફોન FSLમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.