અમદાવાદમાં 19 વર્ષની પરણિતા સાથે થઇ ગયો મોટો કાંડ, પ્રેમીએ ઘપાઘપ માણી પતિ પાસે લેવડાવ્યા છૂટાછેડા અને પછી આવ્યો જોરદાર વણાંક

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મહિલાઓ અને યુવતીઓને લગ્નની લાલચ આપીને તેમની સાથે સંબંધો બાંધવામાં આવતા હોય છે. ઘણીવાર મહિલાઓ અને યુવતીઓને આવી બાબતોનો ફાયદો ઉઠાવીને બ્લેકમેઇલ પણ કરવામાં આવતી હોય છે, પરંતુ હાલ અમદાવાદમાંથી સામે આવેલી એક ઘટનાએ ચકચારી મચાવી દીધી છે, જેમાં એક યુવતીએ પોતાના પ્રેમી સાથે લગ્ન કરવા માટે પતિને પણ છૂટાછેડા આપી દીધા, પરંતુ તેની સાથે જે થયું તે તેને સપનામાં પણ નહિ વિચાર્યું હોય.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરના સરદાર નગરમાં રહેતી એક પરણિત 19 વર્ષની યુવતીને લગ્ન બાદ પણ સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ ઉપર એક યુવક સાથે સંપર્કમાં આવી હતી અને તેને તે યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જેના બાદ તેના પ્રેમીએ તેને લગ્ન કરવાની લાલચ આપી અને હોટલમાં લઈને જઈને વારંવાર સંબંધો પણ બાંધ્યા હતા.

આ દરમિયાન પ્રેમી યુવકે પરણિત યુવતીને તેના પતિ સાથે છૂટાછેડા લઇ લેવા માટે પણ જણાવ્યું હતુ. યુવતીના લગ્ન વર્ષ 2021માં થયા હતા, પરંતુ લગ્નમાં મનમેળ ના થયો હોવાના કારણે તેની મમ્મી અને માસી સાથે જ રહેતી હતી, આ દરમિયાન જ ઇન્સ્ટાગ્રામ ઉપર રોયલ જીવન નામના એક યુવકની રિકવેસ્ટ આવતા તેને સ્વીકારી હતી અને ધીમે ધીમે બંનેએ મોબાઈલ નંબરની પણ આપ લે કરી લીધી હતી.

યુવકે પોતે નરોડામાં રહેતો હોવાનું પણ જણાવ્યું હતું. યુવતીના આ પ્રેમ સંબંધો વિશે તેના માસી અને મમ્મીને પણ જાણ થઇ ગઈ હતી, પરંતુ દીકરીનું ફરીવાર ઘર વસતું જોઈને તે ખુશ હતા અને આ દરમિયાન જ યુવતીએ તેના જુના પતિ પાસે છૂટાછેડા પણ લઇ લીધા. છૂટાછેડા બાદ યુવતીએ તેના પ્રેમને ફોન કર્યો પરંતુ ફોન બંધ આવતો હતો. જીવને જે સોસાયટીનું સરનામું આપ્યું હતું ત્યાં પણ તે નામની કોઈ વ્યક્તિ રહેતી ના હોવાની જાણકરી મળી. જેના બાદ પોતે છેતરાઈ હોવાનું જાણ થતા નરોડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.

Team Akhand Ayurved

Not allowed