ધ્રાંગંધ્રાના આ ખેડૂતે તો કમાલ કરી નાખી… 2-5 નહિ પરંતુ 15 રંગના ઉગાડ્યા તરબૂચ, નવી ખેતી કરીને કરી રહ્યા છે લાખો રૂપિયાની કમાણી… જુઓ કેવી રીતે

આધુનિક ખેતી દ્વારા ઝાલાવાડનો આ ખેડૂત કરે છે મબલક કમાણી, બંજર જમીનમાં 15 અલગ અલગ કલરના ઉગાડ્યા તરબૂચ અને શક્કર ટેટી.. વાર્ષિક આવક જાણીને ચક્કર આવી જશે…

આજના સમયમાં આધુનિકતા દરેક જગ્યાએ આવી ગઈ છે અને આજે લોકો પણ આ આધુનિક યુગમાં તકનીકના સહારે ઘણા એવા કામ કરતા હોય છે જેના દ્વારા તેમની આવક પણ વધતી હોય છે. બીજા બધા ક્ષેત્રોની જેમ ખેતીમાં પણ આધુનિકતા આવી ગઈ છે અને આ આધુનિક ખેતીના સહારે પણ ખેડૂતોને સારી એવી આવક મળી રહી છે. આ વાતનું એક તાજું જ ઉદાહરણ હાલ જોવા મળ્યું જેમાં એક ખેડૂતે 15 અલગ અલગ રંગના તરબૂચ ઉગવીને અન્ય ખેડૂતોને પણ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું.

આ કમાલ કરી બતાવ્યો છે ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામના પ્રગતિશીલ ખેડૂત સહદેવભાઈએ. જેમને પરંપરાગત વાવેતરના બદલે ઝાલાવાડની બંજર જમીનમાં પંદર જેટલા અલગ અલગ કલરના અને જાતના તરબૂચ અને ટેટીનું વાવેતર તેમની 35 વીઘા જમીનમાં કર્યું. અને તેના દ્વારા તેમને રૂ. 35 લાખની આવક મેળવી છે. તેમના આ પ્રયાસ દ્વારા અન્ય ખેડૂતોને પણ એક નવી રાહ મળી છે.

નારીચાણા ગામના સહદેવભાઇ જોરૂભાઇ નામના ખેડૂતે લાલ, પીળા સહિતના અલગ અલગ કલરની સક્કરટેટી તેમજ ખાસ કરીને પીળા કલરના તરબૂચ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને બજારમાં પણ તેની માંગ વધી છે. આ આધુનિક  ખેતી દ્વારા તેઓ એક વીઘામાંથી અંદાજે એક લાખ રૂપિયાની વર્ષે આવક મેળવે છે એમ કુલ 35 વીઘાના ખેતરમાંથી વર્ષે રૂ. 35 લાખની વિક્રમજનક આવક થાય છે. ઘઉં અને કપાસ જેવા પરંપરાગત પાકમાં મોંઘા બિયારણ અને દવાના ખર્ચ બાદ પણ ખેડૂતોને પૂરતું ઉત્પાદન અને ભાવ નથી મળતા. ત્યારે આવા રોકડિયા પાકના ઉત્પાદન થકી ખેડૂતોને વિપુલ ઉત્પાદનની સાથે સારી આવક પણ મળે છે.

આ ખેતીને લઈને વાત કરતા ખેડૂત સહદેવભાઇ જોરૂભાઇ જણાવે છે કે, મેં અલગ અલગ 15 જાતની ટેટી અને તરબૂચનું વાવેતર કર્યું છે. જેમાં પીળા, લાલ અને ઉપરથી પટ્ટાવાળા સહિતના ચારથી પાંચ જાતના તરબૂચનું વાવેતર કર્યું છે. જ્યારે અલગ અલગ કલર અને જાતના મળી કુલ સાત જેટલી પ્રકારની ટેટીનું વાવેતર કર્યું છે. જેમાં વિવિધ જાતમાં સુગરનું પ્રમાણ 12%, 13%, 16% અને 19% સુગર એમ એમ અલગ અલગ પ્રકારની ગળપણવાળી ટેટીનું વાવેતર કર્યું છે. ભાવમાં કિલોએ રૂ. 15, 20, 30 અને 40 જેવા અલગ અલગ ભાવ મળે છે. એ જ રીતે તરબૂચમાં પણ કિલોના રૂ. 15થી 20 સુધીના ભાવ મળે છે. આ વેરાઇટી અમદાવાદ, ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિત બધે જ સહેલાઈથી વેચાય છે.

Team Akhand Ayurved

Not allowed