“આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી…” એવો વીડિયો બનાવીને યુવાન ચઢી ગયો 14માં માળે આપઘાત કરવા અને પછી…

દેસભરમાં આપઘાતના ઢગલાબંધ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પ્રેમમાં નાસીપાસ થઇ જવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી  લેતા હોય છે.  ત્યારે હાલ એવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જ્યાં એક યુવક મોતની છલાંગ લગાવવા માટે બિલ્ડીંગના 14માં માળે ચઢી ગયો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં શહેરના સેટેલાઇટ ચોકમાં આવેલ સુપર હાઈટ્સ નામની બિલ્ડીંગના 14માં માળે એક યુવક આપઘાત કરવા માટે ચઢી ગયો હતો. આ યુવકે આપઘાત પૂર્વે એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં તેને આ દુનિયામાં ભાઈબંધ સિવાય કોઈ આપણું નથી.. દુનિયામાં કોઈ કોઈનું નથી… એવું પણ જણાવ્યું હતું.

જો કે આ યુવક મોતની છલાંગ લગાવે એ પહેલા જ તેને પોલીસ દ્વારા બચાવી  લેવામાં આવ્યો હતો. આ ઘટના ગઈકાલે બુધવારના રોજ સાંજના સમયે બની હતી. આ બાબતે યુવકે પોલીસને જણાવ્યું હતું કે, આત્મઘાતી પગલું ભરવા જઈ રહ્યો છે કારણ કે તેને લાગ્યું કે તે જીવનથી બંધાયેલો છે અને પોતાને મુક્ત કરવા માંગે છે. આ યુવકનું નામ રાજુભાઈ યાદવ હોવાનું સામે આવ્યું છે.

યુવકે આપઘાતનો પ્રયાસ કરતા પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો અને તેના મિત્રોને મોકલ્યો હતો. આ ઘટનામાં બી-ડિવીઝન પોલીસે યુવકને બચાવી તેનું કાઉન્સેલિંગ કર્યા બાદ તેના મિત્ર સાથે ચોટીલા મોકલી આપ્યો હતો. રાજકોટની બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બિલ્ડીંગની બાજુમા માણસો ભેગા થયા હતા. પોલીસે જોયું તો એક યુવક સૌથી ઉપરના માળે બહારની બાજુ તેના બંને પગ લટકાવીને બેઠો જોવા મળ્યો હતો.

પોલીસ હેડ કોન્સ્ટેબલ રશ્મીનભાઇ અને મહેશભાઇએ સમય સુચકતા વાપરીને તુરંત જ દોડીને બોમ્બે સુપર હાઇટ્સની બિલ્ડીંગના સૌથી ઉપરના 14માં માળે ગયા હતા. પોલીસ અને યુવકના મિત્રએ બંને સાથે મળીને યુવાનને સમજાવીને તેની સાથે વાતો કરી હતી. વાતો કરતા કરતા બિલ્ડીંગની સૌથી ઉપર આવેલી દીવાલ ઉપર ચડીને યુવકને એકદમ પકડી લઇને તુરંત જ નીચે ઉતારી લીધો હતો.

Team Akhand Ayurved

Not allowed