કિચન માટે 10 ઘરેલુ ટિપ્સ…. આ 10 ટિપ્સ તમારા ઘરના કિચનમાં ઉપયોગ કરો અને તમારું કામ સરળ બનાવો
કિચન (રસોડું) એવી જગ્યા છે જ્યાં સ્ત્રીઓનો સૌથી વધારે સમય વ્યતીત થાય છે. આપણે એવી ઘરેલુ ટિપ્સ જોઈશું જે તમારા કામને આસાન બનાવે અને તમારો સમય બચી જાય સાથે સાથે તમારી નીરોગી કાયા પણ પ્રદાન કરે.
આ ઘરેલુ ટિપ્સ તમને ખૂબ જ મદદગાર રહેશે…
1) જો તમને ચહેરા પર કાળા દાગ-ધબ્બા જેવી પરેશાની હોય તો તમારે ઓરેન્જ જ્યુસની અંદર ગ્લિસરીન નાખીને તમારા ચહેરા ઉપર લગાડવુ. તેવુ કરવાથી તમને આ સમસ્યામાંથી જલ્દી છુટકારો મળશે.
2) તમે દરરોજ લીંબુનો ઉપયોગ કરો છો ત્યારે લીંબુને નીચોવીને ફેંકવાની બદલે એક કાચની બરણીમાં મૂકીને તેની અંદર મીઠું નાખીને તમે લીંબુનું અથાણું પણ બનાવી શકો છો. તેમજ લીંબુના છોતરાનો ઉપયોગ તમે તાંબાની વસ્તુ સાફ કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો.
3) ઓરેન્જ અથવા સંતરાના છોતરા ઉપયોગ ફેંકવાની બદલે તેને સુકવીને અને પછી તેને સળગાવવાથી મચ્છર દૂર થાય છે. તેમજ તેના છોતરાને સૂકવીને તેને મિક્સરમાં ક્રશ કરીને તમે ફેસમાસ્ક પણ બનાવી શકો છો.
4) દરેકને સમસ્યા હોય છે કે ભીંડાનું શાક બનાવતી વખતે ભીંડા કઢાઇની અંદર ચોટી જાય છે. તો ચોંટી નહીં તેના માટે તેની અંદર થોડું દહીં નાખવાથી ભીંડા ચોંટશે નહિ અને શાક સ્વાદિષ્ટ થશે. અને બીજું ભીંડાના શાકમા થોડી ખાંડ નાખવાથી ભીંડા છૂટા પડી જશે.
5) કેળાની પેસ્ટ બનાવીને તેની અંદર મધ નાખવાથી મોમાં પડેલી ચાંદી દૂર થાય છે. કેળાનો જ્યુસ બનાવવાથી વજનમાં વધારો થાય છે. કેળાને જ્યુસ બનાવતી વખતે તેમાં કેળા દૂધ અને મધ નાખવાથી વજનમાં વધારો થાય છે.
6) લાંબો સમય સુધી જો ભરી રાખવામાં આવે તો તે ભીની પડી જાય છે તેના માટે વરિયાળીને થોડી શેકીને લાંબા સમય સુધી સ્ટોરેજ કરી શકાય છે.
7) તમે રોટલી અને પરો બનાવો છો ત્યારે લોટની અંદર થોડુંક દૂધ ઉમેરવાથી રોટલી સોફ્ટ અને ટેસ્ટી થશે.
8) બધાને સૌથી વધારે કંટાળો લસણ ફોલતા આવે છે. તેના માટે તમારે એક વાસણમાં ગરમ પાણી કરવાનું છે તેની અંદર લસણની કળીઓ નાખીને દસ મિનિટ પછી લસણને હાથથી ઘસો. એવું કરવાથી લસણ જલ્દી ફોલાઇ જાય છે.
9) રાત્રે સુતા પહેલા પગનાં તળિયે તેલથી માલિશ કરવાથી ઊંઘ સારી આવે છે, અને જલદી આવે છે. અને આંખના નંબર દૂર થાય છે.
10) સવારે વહેલા ઉઠીને ગરમ પાણી પીવાથી તમારે પેટની દરેક સમસ્યા દૂર થાય છે.